મંદી નો સૌથી ખરાબ સમય : ૨૦૨૩
અમેરિકા સહિત સમગ્ર વિશ્વ માં -મંદી નો સૌથી ખરાબ અને સૌથી લાંબો સમય -ગાળો દસ્તક દઈ રહ્યો છે. ૨00૮ ની આર્થિક કટોકટી ની આગાહી કરનાર અર્થશાસ્ત્રી નૌરિએલ રુબિની એ આવી આગાહી વ્યક્ત કરી જ પણ તા -અર્થશાસ્ત્રી નૌરિએલ રુબિની -એ ૨૦૦૭*૦૮ ની આર્થિક મંદી -અંગે ની પણ સચોટ આગાહી કરી હતી. જેના બાદ થી તેમને ડૉ.ફૂમ નું ઉપનામ અપાયું હતું. રુબિની નું માનવું છે કે આ વખતે મંદી આ વર્ષ ના અંત માં શરુ થશે જે ૨૦૨૩ ના અંત સુધી ચાલી શકે છે. આ લાંબો સમય જશે જે દરમિાન વિશ્વ ની અર્થવ્યવસ્થા તબાહી ના દેયો જોઈ શકાશે. આ દરમિયાન યુ.એસ. શેરબજાર ના મહત્વ ના ઈન્ડેક્સ સ્ટાન્ડર્ડ એન્ડ માં પણ મોટા ઘટાડા -નું અનુમાન કર્યું છે. એસ.એન.પી. ને ૬૦ ટકા જેટલું ઘટી શકે છે. જો આ ઘટાડો ચાલુ રહેશે નો ઈન્ડેક્સ ને ૪૦ ટકા નુક્સાની ની સંભાવના છે. રુબિનીએ કહ્યું હતું કે યુ.એસ. સેન્ટ્રલ બેંક રિઝર્વ ફંડ દ્વારા વ્યાજ દરો માં સતત વધારો કરવા માં આવી રહ્યો છે. એમ લાગે છે કે આ સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. ફેડરલ રિઝર્વ માટે હાર્ડ બેન્કીંગ વિના ફુગાવા ના દર સુધી પહોંચવું અસંભવ લાગે છે. તેઓ અપેક્ષા રાખે છે કે ફેડરલ રિઝર્વ નવેમ્બર અને | ડિસેમ્બર માં વ્યાજદરો માં ૫૦ બેઝિસ પોઈન્ટ નો વધારો કરવા નો ચાલુ રાખશે. આથી ઘણી એમ્બી સંસાખ , બેંકો, કોર્પોરેટ્સ તેમ જ શેડો બેંકો નું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. સમગ્ર વિશ્વ જ્યારે મંદી ની ઝપેટ માં છે ત્યારે સરકારો પાસે થી નાણાંકીય | ઉત્તજેના ના પગલા ની કોઈ અપેક્ષા નથી. તેઓ આ કટોકટીને ૧૯૭૦ના દાયકા ની પરિસ્થિતિ થી જુએ છે. આ વખતે ટૂંકી મંદી નહીં પરંતુ ગંભીર અને લાંબી મંદી હોઈ શકે છે. તેમણે રોકાણકારો ને ઈક્વિટી ઉપર આરામ કરવા ની જરૂરત ગણાવતા લાંબા ગાળાના બોન્ડસ થી દૂર રહેવા અને ટૂંકાગાળા ના ટ્રેઝરીઝ જેવા ફુગાવા સૂચકાંક બોંડ માં રોકાણ કરવાની સલાહ આપી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તમારી પાસે વધારે રોકડ હોવી જોઈએ. આવનારા મંદી ના સમય માં મોટા મોટા દેવા ની કટોકટી જોવા મળી શકે છે.