રશિયા યુક્રેન યુધ્ધ માં શાંતિ સમિતિ

સંયુક્ત રાષ્ટ્ર સલામતિ સમિતિ ની ગુરુવારે યોજાયેલી બેઠક માં મેક્સિકો ના વિદેશમંત્રી માર્શેલો લઈ એબ્રાર્ડ એ પ્રસ્તાવ રજુ કર્યો હતો કે રશિયાયુક્રેન યુધ્ધ માં શાંતિ સ્થાપવા માટે ત્રણ સભ્યો ની એક સમિતિ રચાવી જોઈએ જેમાં પોપ પોલ ફ્રાન્સિસ, યુનો ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી | ને સામેલ કરવા જોઈએ. મેક્સિકો ના વિદેશમંત્રી માર્શેલો એ એ વાત ની પણ યાદ અપાવી હતી કે થોડા સમય પૂર્વે જ સમરકંદ માં યોજાયેલી શાંઘાઈ સહકાર સંગઠન ની પરિષદ દરમ્યિાન વડાપ્રધાન મોદી રશિયા ના રાષ્ટપતિ પુતિન ને મળ્યા હતા ત્યારે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે આજ નો યુગ તે યુધ્ધ નો યુગ નથી. વડાપ્રધાન મોદી ના આ નિવેદન ને અમેરિકા, બ્રિટન, ફ્રાંસ સહિત પશ્ચિમ ના દેશો એ પણ આવકાર્યું હતું. વધુ માં મા લો એ જણાવ્યું હતું કે મૂળભૂત રીતે જ શાંતિ નું વલણ ધરાવતા મેક્સિકો નું માનવું છે કે રશિયા-યુકેન યુધ્ધ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયે શાંતિ સ્થાપવા માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. તેમણે વધુ માં ઉમેર્યું હતું કે આ અંગે સંયુક્ત રાષ્ટ્ર ના મહામંત્રી એન્યોનિયો ગુદારેસ ની મધ્યસ્થતા ને મજબૂત બનાવવા માટે હું મેક્સિકો ના રાષ્ટપતિ આંદ્રત મેન્યુઅલ લોપર્સ ઓબ્રાડોર નો એક પ્રસ્તાવ રજુ કરું છું જેમાં યુકેન યુધ્ધ માં શાંતિ સ્થાપવા માટે અન્ય રાષ્ટ્રપતિઓ કે સરકાર ના વડાઓ ની એક સમિતિ રચાય જેમાં શક્ય હોય તો પોપ પોલ ફ્રાન્સિસ, યુનો ના મહામંત્રી એન્ટોનિયો ગુદારેસ અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો સમાવેશ કરવા માં આવે. સમિતિ નું લક્ષ્ય શાંતિ સ્થાપવા નું અને તંગદિલી ઘટાડી પારસ્પરીક વિશ્વાસ વધારવા નું જ હોઈ શકે. તે સર્વવિદિત છે કે રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન તેના ત્રણ લાખ રિઝર્વ સૈનિકો ને વ્યાપક આક્રમણ માટે તૈયાર રાખ્યા છે. આ ઉપરાંત પશ્ચિમી રાષ્ટ્ર ના હસ્તક્ષેપ સામે તેમણે પરમાણુ યુદ્ધ ની પણ ધમકી ઉચ્ચારી છે. આ પ્રસ્તાવ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ના વધતા જતા પ્રભાવ, ભારત અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની શાંતિ અને સહકાર ની વિચારધારા અને ભારત ના પુતિન સહિત વિશ્વનેતાઓ સાથે નાં સબંધ ને આભારી છે જે સર્વે ભારતીયો માટે ગર્વ ની વાત છે.

Leave a Reply

Your email address will not be published.