રાજસ્થાન કોંગ્રેસ ને ગૂંચવાતુ કોકડુ

રાજસ્થાન કોગ્રેસ માં ઘમાસાણ મચ્યું છે. રાજસ્થાન ના ૯૦ થી વધુ ધારાસભ્યો એ સ્પિકર ને મળી ને તેઓ અશોક ગેહલોટ ના સ્થાને સચિન પાયલટે ને મુખ્યમંત્રીપદે સ્વિકારવા તૈયાર નથી . આમ થશે તો ભલે સરકાર પડી જાય પરંતુ તેઓ રાજીનામા ધરી દેશે તેવી ચિમકી આપી હતી. – રાજસ્થાન કોંગ્રેસ માં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મુખ્યમંત્રી ના દાવેદાર સચિન પાયલટ વચ્ચે નો ગજગ્રાહ પુરાણો છે. હવે જ્યારે અશોક ગેહલોત ને કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષપદ ની ઓફર ખુદ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ અને ગાંધી પરિવાર ના મોભી સોનિયા ગાંધી દ્વારા કરાઈ તેવા સંજોગો માં અશોક ગેહલોત આગામી અધ્યાપદ ની ચૂંટણી માં અધ્યક્ષ પદ ના પ્રખર દાવેદાર મનાય છે. જો કે આ દરમિયાન બેંગ્રેસ ના અધ્યક્ષ બનવાનો વારંવાર ઈશ્વર કરવા ઉપરાંત કોંગ્રેસ ના અધ્યક્ષ ની હેસિયત થી જ નિવેદનો કરનાર રાહુલ ગાંધી એ સ્પષ્ટ ક્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તેના એક વ્યક્તિઃ એક હોદ્દા ના નિયમ ને વળગી રહેશે. અર્થાત કે અશોક ગેહલોત રાજસ્થાન ના મુખ્યમંત્રી અને કેંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્ને હોદાઓ એકસાથે જાળવી ના શકે. બીજા શબ્દો માં મેંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અશોક ગેહલોત એ રાજય નું મુખ્યમંત્રીપદ છોડવું પડે. અશોક ગેહલોત ની ગણના ગાંધી પરિવાર ના વિશ્વાસુ અને વફાદાર તરીકે ની છે અને આ જ કારણ છે કે કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ને વારંવાર વિનતી છતા તેઓ પાર્ટી અધ્યક્ષપદ સંભાળવા તૈયાર નથી અને કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધી તેમની નાદુરસ્ત તબિયત ના પગલે આ જવાબદારી વહન કરવા અક્ષમ છે ત્યારે આખરે ગાંધી પરિવાર ના વિશ્વાસુ અશોક ગેહલોત ને આ સ્થાન ગ્રહણ કરવા સોનિયા રએ આગ્રહે ર્યો હતો. જો કે આ અંગે પણ દ્વારા અધ્યક્ષપદે ની ચૂંટણી પ્રક્રિયા શરુ કરાતા કોગ્રેસ ના અન્ય દિગ્ગજ નેતાઓ – શશી થરુર, મનોજ તિવારી તેમજ દિગ્વિજય સિંહ પણ આ હોદા ના દાવેદાર સ્વરૂપ માં આગળ આવ્યા. જે પૈ શશી થરુરે એ શ્રીમતિ સોનીયા ગાંધી ની મુલાકાત પણ કરી હતી. ત્યાર બાદ સોનિયા ગાંધી એ સ્પષ્ટ કર્યું હતું કે યોગ્યતા ધરાવનાર કોઈ પણ કોંગ્રેસી ચૂંટણી લડી શકે છે અને તેઓ આ પૈકી કોઈ પણ ઉમેદવાર ની તરફેણ કરશે નીં. જો કે આ બધા ઘટનાક્રમ બાદ ગાંધી પરિવાર ના વફાદાર અને વિશ્વાસુ અશોક ગેહલોત નો જ વિશ્વાસ ડગમગી ગયો હતો. જો તેઓ કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ બનવા મુખ્યમંત્રી પદ છોડે છે અને બાદમાં તેઓ અધ્યક્ષપદે ચૂંટાતા નથી અથવા તે છેલ્લી ઘડી એ કોઈ ગુપ્ત પ્લાન અંતર્ગત સોનિયા ગાંધી અંતે રાહુલ ગાંધી ને જ અધ્યક્ષ બનાવી દે છે તો તેમની હાલત ધોબી ના કૂતરા ના પર કા ના ધાટે કા જેવી થશે. ના તો તેઓ અધ્યક્ષ બની શકશે અને તેમની રાજસ્થાન ના મુખ્યમંત્રી પદ પણ જતું રહેશે. આથી આ અનુભવી રાજકારણી એટલું તો સમજી લેયા હતા કે એકવાર તેઓ મુખ્યમંત્રીપદે થી હટી જશે તો સચિન પાયલટ મુખ્યમંત્રી બની જશે જે ગેહલોત ને હરગીઝ મંજુર ન હતું. આથી તેમના વિશ્વાસુ શાંતિમ ધાલીવાલ ત્યાં ૮૨ કોંગ્રેસી ધારાસભ્યો એ એકત્રિત થઈ ને બળવા નું બ્યુગલ ફૂંક્તા ગેહલોટ ના સ્થાને તેઓ સૂચવે તેનો જ મુખ્યમંત્રીપદે સ્વિકાર કરશે અન્યથા સ્પિકર ને રાજીનામા ધરી દેવા ની ધમકી આપી હતી. આ ધમકી થી કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ ખળભળી ઉઠ્યું હતું. તુર્ત જ અશોક ગહલોત ને ફોન કરાતા તેમણે પણ આ ધારાસભ્યો નો આક્રોશ છે અને તેઓ મારા પણ કહેવા માં નથી કરી ને હાથ અધ્ધર કરી દીધા હતા. આખરે હાઈકમાન્ડે અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે ને ધારાસભ્યો સાથે વાત કરવા જયપુર મોકલવા પડ્યા. પરંતુ ધારાસભ્યો અશોક ગેહલોત અધ્યક્ષપદ ની મતગણતરી પૂરી થયા બાદ જ રાજીનામુ આપે ની તેમની માંગ ઉપર અડગ રહ્યા. ક્ષરણ કે ત્યાર બાદ જે તેઓ અધ્યક્ષ બને છે તો જ રાજીનામુ આપવા નો પ્રસ્ન ઉપસ્થિત થાય છે અને ત્યાર બાદ નવા મુખ્યમંત્રીની નિમણુંકે તો આપોઆપ રાષ્ટ્રીય અધ્યક્ષ ના અધિકાર ક્ષેત્ર માં આવી જાય છે. આમ માર્કન અને ખડગે ધારાસભ્યો ની મોડી રાત ની મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ૨૦૦ વિધાયકો ની રાજસ્થાન વિધાનસભા માં ૧૦૮ કોંગી વિધાયક્ષે પૈકી ૯૨ વિધાય કોંગ્રેસી વિધાયકે એ પોતાના રાજીનામા વિધાનસભા ના સ્પીકર સી.પી. જોષી ને સુપરત કરી દીધા હતા. આમ રાષ્ટ્રીય અધ્યક્ષપદ ની ચૂંટણી અગાઉ જ ગાંધી પરિવાર નાવિશ્વાસુ મનાતા રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત એ ગાંધી પરિવાર સામે કેંગ્રેસી વિધાયકે ની આડ માં બળવાખોરી નો બુંગીયો ફૂંકી દીધો છે. માત્ર બે જ રાજ્યો માં સરકાર ધરાવતી કેંગ્રેસ પાર્ટી માટે રાજ્યમાં સરકાર બચાવવા ની કપરી કવાયત આવી પડી છે.

Leave a Reply

Your email address will not be published.