ટીમ ઈન્ડિયા નો ૮ વિકેટે વિજય

ભારતે ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-૨૦ ની સિરીઝ ૨-૧ થી જીત્યા બાદ હવે પ્રવાસી સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-૨૦ સિરીઝ પૈકીની પ્રથમ ટી-૨૦ત્રિવેન્દ્રમ ના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ઉપર બુધવાર ને ૨૮ મી સપ્ટે. એ ટીમ ઈન્ડિયાએ ૮ વિકેટે જીતી ને વિજથી પ્રારંભ કર્યો હતો. ટ ૧ મ ઈન્ડિયાએ ટોસ જીતીને ફિલ્ડીંગ લેતા સા.આફ્રિકા તરફથી ઓપનર વિકેટ કીપર ક્વિન્ટન ડી’કોક અને કપ્તાન બધુમાએ ઓપનીંગ કર્યું હતું. પરંતુ બન્ને ઓપનરો અનુક્રમે એક રન અને શૂન્ય રને આઉટ થતા સ્કોર ૧ રન ૨ વિકેટ થયો હતો. ત્યારબાદ પણ રિલી રોઝવું-0, ડવિડ મિલરઅને ટ્રિસ્ટન સ્ટમ્સ પણ શુન્ય રને આઉટ થતા સ્કોર ૯ રને ૫ વિકેટ થયો હતો. ત્યારબાદ માર્કસ-૨૫ અને પર્નેલ -૨૪ ની મદદથી સ્કોર ૬૮ રને ૭ વિકેટ થયો હતો. ત્યારબાદ કેશવ મહારાજના ૪૧ રન, રબાડા અણાનમ-૩ અને નોજે અણનમ ૨ રનની મદદથી ૨૦ ઓવર માં ૮ વિકેટે ૧૦૬ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદિપ-૩, દિપક ચહર અને હર્ષલ પટેલ ૨-૨ વિકેટો જયારે અક્ષર પટેલને ૧વિકેટ મળી હતી. અશ્વિને ચાર ઓવરોમાં ૧ મેઈડન સાથે માત્ર ૮ રન આપ્યા હતા. પરંતુ કમનસીબે એક પણ વિકેટ મળી ન હતી. ટીમ ઈન્ડિયા એ જીતવા માટે સરળ લાગતા ૧૦૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનીંગમાં | ઉતર્યા હતા. પરંતુ રોહિત શર્મા અંગત શૂન્ય રને આઉટ થતા સ્કોર ૯ રને ૧ વિકેટનો થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ અંગત ૩ રને આઉટ થતા સ્કોર ૧૭ રને ૨ વિકેટ થયો હતો. પરંતુ ત્યારબાદ ય કુ. મારે યાદવે બેટીંગમાં ઉતરતા જ ચોતરફ આક્રમક ફટકાબાજી કરતા માત્ર ૨૩ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અર્ધશતક પુરુ કરતા અણનમ ૫૦૨ન અને લોકેશ રાહુલે પણ પ૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્નની મદદથી અણનમ ૫૧ રન ફટકારી ૧૬.૪ ઓવરમાં ૨ વિકેટ એ ૧૧૦૨ન બનાવતા ટીમ ઈન્ડિયાનો ૮ વિકેટે ભવ્ય વિજય થયો હતો. સા.આફ્રિકા તરફથી રબાડા અને નોર્તજે ને ૧-૧ વિકેટો મળી હતી. ટીમ ઈન્ડિયા ના અર્શદિપ સિંગને ચાર ઓવરોમાં ૩૨ રન માં સા. આફ્રિકાની શરુઆતની ત્રણ મહત્વની વિકેટો ઝડપતા પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published.