દાદીમા ના નુસખા

નાકોરી નાકમાંથી અચાનક લોહી વહે તેને નાકોરી કહેવાય છે. આ બાળકો તથા યુવકોને વધુ થાય છે. કોઈ કોઈવાર વૃધ્ધોને પણ આનાથી પીડાતા જોયા છે. ગરમીના વાતાવરણમાં શારીરિક ગરમી વધી જવાથી નાકોરી ફૂટે છે. ગરમીના વાતાવરણમાં શારીરિક ગરમીથી લોહી ગરમ થઈ પાતળું થઈ જાય છે. જે બાળકો તથા યુવાઓની પ્રકૃતિ પિત્તવાળી હોય છે તેમનું પાતળું લોહી નાક દ્વારા બહાર નિકળવા માંડે છે. નાકમાંથી વહેનાર આ લોહી પિત્તરોગને અંતર્ગત માનવામાં આવે છે. જે લોકો ગરમ ગુણવાળા ભોજનનો શોખ ધરાવતા હોય છે તથા શરાબ-સિગારેટ, બીડી વગેરેનું સેવન વધુ કરે છે અથવા તડકામાં બહુવાર સુધી કામ કરતા રહે છે તેઓને આ રોગ જલ્દી થઈ જાય છે. નાકોરી ફૂટે ત્યારે બાળકો યુવાનતેને તરત જ કોઈ ઠંડી જગ્યાએ લઈ જઈ સુવાડવો જોઈએ. પ્રાથમિક ઉપચાર રૂપે તેની નાકને ઠંડા પાણીથી ધોઈ તેના પર ઠંડા પાણીનો રૂમાલ રાખવો જોઈએ. માથા પર ઠંડા પાણીનું કપડું રાખવાથી રોગીને ઘણી રાહત મળે છે. ગુલાબનું ફૂલ તથા ખસની જડને પાણીમાં પલાળી અને ફૂદીનો વારંવાર સુંઘાડવું જોઈએ.લોહી બંધ થતાં જ નસકોરાને સાફ કરી દેવું જોઈએ. જો રોગીને બૂટ-મોજા અથવા જાડા કપડા પહેરેલા હોય તો તેણે તરત ઉતારી દેવા જોઈએ. પગના તળિયે દેશી ઘી અથવા માખણ ઘસવું જોઈએ. કારણો – નાક અથવા મગજમાં અચાનક ઈજા થવાથી લોહીનો ભાર વધવાથી, જૂની શરદી બગડવાથી, નાકમાંથી લોહી વહેવા માંડે છે. ઘણીવાર જૂના 10 તાવની ગરમીથી પણ લોહી વહેવા માંડે છે. અક્સર ઉનાળાની ગરમીમાં નાકોરી ફૂટે છે કારણ કે આ ઋતુમાં શરીરમાં ઘણી ગરમી વધી જાય છે. લક્ષણો – નાકોરી ફૂટ્યા પહેલા માથું ભારે લાગે છે. અચાનક માખુ દુખવા માંડે છે. માથું ભમવા માંડે છે. ઘણીવાર તો તીવ્ર ચક્કર આવે છે. એવું લાગે છે કે જાણે કે મગજમાં કોઈએ ગરમીનો વંટમળિયો ભરી દીધો હોય. ત્યારબાદ બાળક કે યુવકની નાકમાંથી ગરમ ગરમ લોહી મ -વહેવું શરૂ થઈ જાય છે. લોહી વહેવાની શરૂઆત ક્યારેક નાકની ડાબી બાજુએથી થાય છે તો ક્યારેક બંને નસકોરાથી લોહી મોમાં આ પેટમાં પણ જતું રહે છે. જેથી ઉધરસ પણ થઈ જાય છે. રોગી ગભરાઈ જાય છે. તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી નડે છે. નુસખાં – કેરીની ગોઠલીને ફૂટી તેનો રસ કાઢી લો ત્યારબાદ આ રસને નાકમાં ટીપે ટીપે ટપકાવો. II સM. શેરડીના રસમાં આઠ દસ ટીપાં ડુંગળીનો રસ મેળવી નાક, લમણા પર અને માથા પર ધીરે ધીરે માલિશ કરો. – માથા પર ફટકડીનો લેપ કરવાથી નાકમાંથી વહેતું લોહી અટકે છે. – એક ચમચી આંબળાનું ચૂરણ તથા એક ચમચી મૂલેઠીનું ચૂરણ – આ બન્નેને મેળવી રોગીને દૂધ કે તાજા પાણી સાથે આપો. – ૧૦ ગ્રામ દાડમના પાંદડાનો રસ, ૧૦ ગ્રામ હજારીના પાંદડાનો રસ તથા ૧૦ ગ્રામ દરો ઘાસ – આ ત્રણેયને ગાયના ઘીમં મેળવી થોડીવાર ઉકાળો. ત્યારબાદ તેમાંથી એક ચમચી દવા રોગીને પિવડભવો. નાક અને માથા પર તે ઘી થી માલિશ કરો. – ગુલાબજળમાં દ્રાક્ષ વાટી રાત્રે પીઓ. – તાજા પાણીમાં ધાણાના થોડા દાણા પલાળી દો. પછી તેને વાટી સાકર નાખી રોગીને ત્રણચાર વાર પિવડાવો. – ભૂરાકોળાની મિઠાઈ ખવડાવવાથી તથા તેનું શરબત પિવડાવવાથી પણ નાકોરીમાંથી વહેતું લોહી બંધ થઈ જાય છે. નાકોરી ફૂટે ત્યારે ભૂરા કોળું રામબાણનું કામ કરે છે. – આંબળાના રસમાં સિંધવ મીઠું નાખી સેવન કરો તથા તેનો રસ પણ નાકમાં અનુસંધાન આવતા અંકે દાદી માં ના નુસખા ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુસખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ન માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરૂરી દાક્તરી સલાહ સુચનો લેવા નમ્ર વિનંતી.

Leave a Reply

Your email address will not be published.