બાદશાહ ની બાદશાહત બરકરાર
રોમાન્સ નાકિંગ અને બોલિવુડ ના બાદશાહ શાહરુખ ખાન ની બાદશાહત બરકરાર છે. અત્યારે જ્યારે બોલિવુડ ની ફિલ્મો ધડાધડ ફ્લોપ થઈ રહી છે અને પોત ની લાગત પણ જેટલી કમાણી કરી નથી શકતી ત્યારે શાહરુખ ખાન ની આગામી ફિલ્મ ‘જવાન” એ તેની રિલીઝ અગાઉ જ તેના બજેટ કરતા વધુ કમાણી કરી લીધી છે. શાહરુખ ખાન છેલ્લે ૨૦૧૮ માં ઝીરો ફિલ્મ માં રુપેરી પરદે દેખાયો હતો. પરંતુ હવે તેના અપકમિંગ પ્રોજેક્ટ ની ફિલ્મો માં સૌ પ્રથમ યશરાજ બેનર ની મેગા ફિલ્મ પઠાન, બાદ માં તેની જ પ્રોડક્શન કંપની રેલ ચિલી એન્ટરટ’ઈનમેન્ટ ની જવાન અને ત્યાર બાદ રાજકુમાર હિરાની ની ફિલ્મ ડંકી રજૂ થનાર છે. રેડ ચિલી ની ફિલ્મ જવાન સાઉથ ના અતિ સફળ ડિરેક્ટર એટલી એ ડિરેક્ટ કરી છે. એટલી એ સાઉથ ની સુપર ડુપર હીટ ફિક્સ મર્શલ, બિગિલ અને થેરી ડિરેક્ટ કરી હતી. હવે જવાન ને ડિરેક્ટ કરી રહેલા એટલી ની ફિલ્મ માં શાહરુખ ની સાથે નયનતારા મુખ્ય ભૂમિકા માં છે જ્યારે વિજય સેતુપતિ નેગેટીવ રોલમાં છે. આ ઉપરાંત આ ફિલ્મ માં શાહરુખ ડબલ રોલ માં છે અને સાન્યા મલહોત્રા પણ અગત્ય નો રોલ ભજવી રહી છે. ફિલ્મ નું મ્યુઝીક અનિરુધ્ધ રવિચંદ્રન નું છે. ૨ જી જૂન ૨૦૨૩ માં રિલીઝ થનારી આ ફિલ્મ નું ફર્સ્ટ લુક માત્ર રિલીઝ કરાયું છે જે દર્શકો ને ઘણું જ પસંદ આવ્યું છે. ૧૮0 કરોડ ના ખર્ચે બનનારી આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલી ભાષા માં પણ રિલીઝ કરાશે. ફિલ્મ ના ફર્સ્ટ લુક ને સોશિયલ મિડીયા | ઉપર મળેલા જબરદસ્ત પ્રતિભાવ ના પગલે આ ફિલ્મ ના સેટેલાઈટ રાઈટ્સે ૧૨૦ કરોડ માં ખરીદ્યા છે. અને ફિલ્મ ના ડિજિટલ સેટેલાઈટ રાઈટ્સ ઝી ટીવી ને મળ્યા છે જે તેમણે ૧૩૦ કરોડ માં ખરીદ્યા છે. આમ ફિલ્મ અત્યાર સુધી માં ૨૫0 કરોડની કમાણી નો રિલીઝ પહેલા જ કરી લીધી છે. “જવાન’ ૧૮૦ કરોડ ના બજેટ માં બનનારી ફિલ્મ છે જેણે રિલીઝ પહેલા જ પડતર કાઢતા પણ ૭0 કરોડ નો બિઝનેશ કરી લીધો છે. જ્યારે હજુ બોક્સ ઓફિસ અને મ્યુઝીકલ રાઈટ્સ ના આંકડાઓ તો હજુ ઉમેરશે.