યુનાઈટેડ વે ના ગરબા સામે કેસ
વડોદરા માં વર્ષો થી યુનાઈટેડ વે દ્વારા વિશાળ ગરબા નું આયોજન કરાય છે. શહેર ના જાણિતા ત”ભરા ગૃપ ના ગાયક અતુલ પુરોહિત ના ગરબા ના આયોજન માં આ વર્ષે ગરબા નું મેદાન બદલતા નવી જગ્યા એ અવ્યવસ્થા અને અંધાધૂંધી ના પગલે ખેલૈયાઓ એ ગ્રાહક સુરક્ષા અદાલત માં કેસ દાખલ કર્યો યુનાઈટેડ વે ના ગરબા સામાન્ય રીતે ગોરવાડ માં ભાઈલાલ અમીન હોસ્પિટલ ની બાજુ ના મેદાન ને બદલે ચાલુ વર્ષે શહેર ના છેવાડે અટલાદરા ના એમ.એમ. પટેલ ફાર્મ માં લઈ જવાયા હતા. યુનાઈટેડ વે ના ગરબા માં વર્ષો થી ભારે ભીડ થતી હોય છે. વળી અહીં ગરબા બૂટ-ચંપ્પલ ઉતારી ને ખુલ્લા પગે જ ફરજીયાત ગાવા ના હોય છે. બેશક આ સારી બાબત છે પરંતુ તેના માટે જરુરી જુતા સાચવવા નું પર્યાપ્ત માત્રા માં સ્ટેન્ડ કે અન્ય સુવિધા પુરી પડાતી ના હોવાથી ખેલૈયાઓ માટે ભારે હાલાકી નું કારણ બને છે. ખેલૈયાઓ ને પોતાના બૂટચપ્પલ પોતાના વાહન માં જ મુકી ઉઘાડા પગે કાચા, ધૂળિયા રસ્તે અને ખેતરો માં થી ચાલીને જવું પડ્યું હતું. વળી પાર્કીંગના ૫૦ રૂા. તેમ જ અપૂરતી વ્યવસ્થા ના હિસાબે લોકો ને એકાદ કિ.મી. દૂર વાહનો પાર્ક કરી ચાલતા જવા ની મજબૂરી ભોગવવી પડી હતી. તે પણ અંધારા માં અને ઉઘાડા પગે. જો કે આટ-આટલી વિટંબણાઓ બાદ પણ ખેતર માં જ બનાવાયેલા મેદાન ને બરાબર તૈયાર કરાયું ના હોવા થી ગરબા ગાતી વખતે પણ ખેલૈયાઓ ને પગ માં કાંકરા, પથ્થરો અને કાંટા વાગતા હતા. આ બધા થી કંટાળી ન ખેલૈયાઓ તરસ છીપાવવા ફૂડ સ્ટોલ ઉપર ગયા તો ત્યાં પણ એટલી બધી અવ્યવસ્થા અને ગેરવહીવટ હતો કે પાણી ખરીદવા કે ફૂડ ખરીદવા રીતસર ની ધક્કામુક્કી જ કરવી પડે. યુનાઈડેટવે ના ગરબા માં ૮૦,૦૦૦થી લાખ ખેલૈયાઓ આવતા હોય છે. આવા પુરુષ ખેલૈયાઓ પાસે થી ૫000 અને મહિલા ખેલૈયાઓ પાસે થી ૧૩૦૦ રૂા.ની ટિકીટ ગરબા સ્થળે માત્ર રોકડે થી જ ખરીદી શકાતી હતી. એક તરફ મોદી સરકાર ડીજીટલ પેમેન્ટ નો આગ્રહ રાખે છે જ્યારે અહીં માત્ર ને માત્ર કેશ જ સ્વિકાર્ય હતી. આટલા જંગી નાણાં કમાયા, ખેલૈયાઓ એ ખર્યા બાદ પણ વ્યવસ્થા ના નામે મોટો પ્રશ્નાર્થ, આ બધી અવ્યવસ્થા સામે પરિવાર સહિત લગભગ ૨૫ હજાર ખર્ચી ને આવેલા ખેલૈયાઓ અને વકિલ વિરાટસિંહ નટવરસિંહ વાઘેલા એ ગ્રાહક સુરક્ષા અદાલત માં કેસ દાખલ કરવા ઉપરાંત બીજુ કોઈ ફરિયાદ કરવા માંગતુ હોય તેનો કેસ મફત માં લડવા ની જાહેરાત કરી હતી.