રણવીર-દિપીકા નોટ ઓલ વેલ ?

બોલિવુડ ના મોસ્ટ લઈ કપલ માં જેમની ગણના થાય છે તેવા સેલિબ્રિટી કપલ રણવીરસિંહ અને દિપીકા પાદુકોણ વચ્ચે હાલ માં સોશ્યિલ મિડીયા ઉપર વહેતી થયેલી અટકળો મુજબ બધુ બરાબર નથી ચાલી રહ્યું. સોશિયલ મિડીયા માં ખૂબ વાયરલ થઈ રહેલી અટકળો ના મૂળ માં દુબાઈ સ્થિત ફિલ્મ ક્રિટીક ઉમૈર સંધુ એ સોશ્યિલ મિડીયા માં શેર કરેલી એક | પોસ્ટ કારણભૂત છે. આ પોસ્ટ માં ઉમૈર એ લખ્યું હતું કે બ્રેકીંગ, દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યું.” સોશ્યિલ મિડીયા માં આ પોસ્ટ આગ ની જેમ વાયરલ થઈ હતી. સોશ્યિલ મિડીયા માં યુઝર્સે એવી પણ ચર્ચા કરવા માંડ્યા હતા કે આ જ કારણ થી દિપીકા ની તબિયત ઠીક નથી ચાલી રહી અને તેને વારંવાર હોસ્પિટલ ના ધક્કા શરુ થઈ ગયા છે. દિપીકા ની તબિયત છેલ્લા ત્રણ માસ થી સારી નથી. આ ત્રણ મહિના ના સમયગાળા માં દિપીકા ને બે વાર હોસ્પિટલ જવું પડ્યું હતું. હાલ માં જ ૨૬ સપ્ટેમ્બર ની રાત્રે દિપીકા ને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ કરાઈ હતી. દિપીકા એ અસ્વસ્થતા અનુભવતા તેને મોડી રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેના ઘણા ટેસ્ટ કરવા માં આવ્યા હતા. જો કે દિપીકા ની ટીમ તરફ થી તેની તબિયત અંગે ઓ-િ ફરિયલી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. આ અગાઉ જૂન માસ માં પણ જયારે તે હૈદરાબાદ ખાતે પ્રોજેક્ટ કે નું શૂટિંગ કરી રહી હતી ત્યારે પણ તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ શિફટ કરવી પડી હતી. કહેવાય છે કે દિપીકા ને ખૂબ જ નબળાઈ લાગતી હતી અને તેના કારણે તેની હાર્ટ બીટ વધી ગઈ હતી. જો કે ત્યારે તેને બ્રીચ કેન્ડી હોસ્પિટલ ની માફક એડમીટ કરવી પડી ન હતી પરંતુ તેને હોસ્પિટલ માં થોડાક કલાકો રખાઈ હતી અને ત્યારે પણ ઘણા બધા ટેસ્ટ કરાયા હતા. જો કે હાલ માં રણવીર સિંહ ફિક્કી ના એક ઈવેન્ટ માં સામેલ થયો ત્યારે જણાવ્યું હતું કે તેણે અને દિપીકા એ ૨૦૧૨ માં ડેટ કરવા નું શરુ કર્યું હતું અને છેલ્લા 10 વયાં થી સાથે છીએ. હું તેનો પ્રશસક છું અને એક ખુશખબરી આપુ કે અમે ટૂંક સમય માં એક ફિલ્મ માં બન્ને સાથે કામ કરવા ના છીએ.

Leave a Reply

Your email address will not be published.