રસરંગ પૂર્તિ

થોડા દિવસ પછી મુખ્યમંત્રીએ ફોન કરી આરતીને મળવા બોલાવી. ‘નમને સર. કેમ યાદ કરી?” બોલો, શો નિર્ણય લીધો?’ ‘મારા પર વિશ્વાસ મુકવા બદલ આભાર. હું એ પદને લાયક છું કે નહિ એની મને ખબર નથી. પણ આપના માર્ગદર્શન નીચે હું ટ્રાય કરવા વિચારી રહી છું.’ ‘વૈરી ગુડ. બહુ વિચારો કરવાનું છોડી જલદી નિર્ણય લેજો. આવી સરસ તક ગુમાવવા જેવી નથી. હવે બીજા શુભ સમાચાર આપું.’ આરતી સ્તબ્ધ બની સાંભળવા આતુર બની. ‘વિમળભાઈ પ્રત્યે અમારી લાગણીને કારણે મેં મંત્રીમંડળ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.” ‘કૅવો?’ ‘મિનિસ્ટર યૂટી પરે મૃત્યુ પામ્યા એટલે એમનો બંગલો અને પચાસ લાખ રૂપિયા એમના કુટુંબને વળતર રૂપે આપવા.’ ‘કેવી સરસ સદભાવના! અમે તમારા બહુ ઋણી છીએ.” ‘એમાં કણ શેનું ફરજ… પ્રાના એક સેવક તરીકે આ તો મારી ફરજ છે. જિંદગી કોઈ પાછી લાવી શકતું નથી. પણ એક મહાન પુર્ષની કદર થવી જ જોઈએ. આવતા ગુરુવારે એક જાહેર સભામાં એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બંગલાની ચાવી તમને આપવાનો મારો વિચાર છે. એ વખતે તમે સરકારના આ ઉદાત્ત પગલા મેટ બે શબ્દો કહો એવું હું ઈચ્છું છું.” ‘જરૂર. સરકાર અને તમારો આભાર જાહેરમાં પ્રગટ કરવાનો તિમિરનાં તેજ અવસર મને મળશે તો મને ખૂબ આનંદ થશે.’ “થેંકસ. સાંજના પાંચ વાગે આંબેડકર હોલમાં આવી જજો.” મુખ્યમંત્રીએ શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. હાથ પકડી રાખી ઉમેયું. ‘તમે બહુ સારાં અને સમજું છો. મને સાથ આપતાં રહે શો તો તમારાં માને અને મોભો વધે એ માટે ઘણું બધું કરતો રહીશ.” ‘તમને સાથ આપતાં મને આનંદ થશે. તમે જ હવે અમારા વડીલ છો.’ વિશ્વાસ વધુ જગે એ હેતથી એના હાથ જલદી પાછો ન ખેંચી લીધો. મુખ્યમંત્રી મનોમન પીગળી ગયા. ઊભા થી પાસે આવી છાતી સરસી ચાંપી કહ્યું. “જરાય એકલતા ન અનુભવશો. મને તમારો આત્મીય સ્વજન ગણ છે. જરાય સંકોચ વિના મળતાં રહેજો.” આરતી એમના હવસખોરી માનસને પારખી ગઈ. એને થયું અહીં સ્ત્રી ચરિત્ર કામ લાગે એમ છે. શંકર જેવા શંકર ભીલડીથી ભરમાયા હતા તો મુખ્યમંત્રી વળી કયા ઝાડનું

Leave a Reply

Your email address will not be published.