શી જિનપિંગ નજરકેદ
ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગે સોશિયલ મિડીયા ઉપર વિવિધ સમાચારો વહેતા થયા છે. જો કે સામ્યવાદી દેશ હોવા થી લોખંડી સેન્સરશીપ ના કારણે વધારે માહિતી મળતી નથી. પરંતુ શી જિનપિંગ ને હાલ માં તેમના જ ઘર માં નજરકેદ કરાયા ના વહેતા થયેલા સમાચારે વૈશ્વિક ચર્ચાઓ જગાવી છે. ચીન ના ઘણા સોશ્યિલ મિડીયા યુઝર્સ દેશ માં બળવા ના સમાચારો પોસ્ટ કરી રહ્યા છે. જેનીફર ગેંગ નામક મહિલા યુઝર્સે કરેલી પોસ્ટ પ્રમાણે સપ્ટે ૨૨ મી એ એક મોટુ મિલિટરી કોન્વોય હુઆનલાઈ કાઉન્ટી થી બેજિંગ કૂચ કરતા જોવા મળ્યું હતું. બેજિંગ થી શરુ કરી ને ઝાંગજીઆકોઉ જાહેર, હુએઈ પ્રાંત સુધી ના ૮૦ કિ.મી. લાંબુ આ મિલીટરી વાહનો નુ કોનોય હતું. ત્યાર બાદ અફવા શરુ થઈ હતી કે ચીન ના લશ્કર પિપલ્સ લિબરલેશન આર્મી -પીએલએ એ જિનપિંગ ને પીએલએ નાવડાપદે થી હટાવીને નજરકેદ કરી લીધા છે. એવા પણ સમાચારો આવી રહ્યા છે કે લી કિયાએમિગ ને નવા રાષ્ટ્રપતિ બનાવવા માં આવ્યા છે. ચીન ના પબ્લિક સિક્યોરીટી ડિપાટ”મેન્ટ ના પૂર્વ વડાપ્રધાન સનલિન ને ૨૦વર્ષો ના પોતાના કાર્યકાળ દરમ્યિાન ૭00 કરોડ ની લાંચ લેવા બદલ મોત ની સજા ફટકારવા માં આવી હતી. આ ઉપરાંત ૨૧ મી સપ્ટેમ્બરે ત્રણ પોલિસ વડાઓ ગોંગ ડાઓન, ડેંગ હુલિઆન અને લિધુ જિવુ ને ભ્રષ્ટાચાર ના આરોપ માં પ્રથમ બે વર્ષની જેલ અને પછી મૃત્યુદંડની સજા કોર્ટે ફરમાવી હતી. આ ઉપરાંત ચીન ના પૂર્વ ન્યાય પ્રધાન અને ચીન ના સૌથી શક્તિશાળી પોલિસવડાઓ પૈકી ના એક કુઝેન્ગઆન ને ચીન ની પિપલ્સ કોર્ટ ઓફ ચાંગધૂન દ્વારા ૧૩૮ કરોડ ના ભ્રષ્ટાચાર અને સત્તા ના દુરુપયોગ મામલે ૨૨મી સપ્ટેમ્બરે મોત ની સજા ફરમાવી હતી. એવું માનવા માં આવે છે કે હાલ માં જયારે શી જિનપિંગ સમરકંદ માં શાંઘાઈ સમિટ માં ભાગ લેવા ગયા હતા ત્યારે જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી ના નેતા ને પીએલએ ના અધ્યક્ષપદે થી હટાવી દેવાયા હતાં. આ અંગે ભારત માં પણ પ્રખર અર્થશાસ્ત્રી અને ભાજપા ના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી એ પણ ટિવટ કર્યું હતું કે જિનપિંગ ને આર્મી ઈન્ચાર્જપદે થી હટાવી ને નજરકેદ કરાયા ની અફવા ની તપાસ થવી જોઈએ. અગત્ય ની બાબત એ છે કે આટલા વાયરલ થયેલા ન્યુઝ બાદ પણ ચીન ની કમ્યુનિસ્ટ પાર્ટીએ તેની પુષ્ટી કરી નથી કે નકાર્યા પણ નથી.