સલમાન ની ફી ૧૦૦૦ કરોડ
બોલિવુડ સ્ટાર્સ એક ફિલ્મ માં કામ કરવા ના પ0 કરોડ થી ૧૨૫ કરોડ રૂા. પોતાની પાછલી ફિલ્મ ના કલેક્શન્સ ના આધારે લેતા હોય છે. ફિલ્મની કમાણી ઉપરાંત જાહેરtતો, બ્રાન્સ એન્ડોર્સમેન્ટ અને રિયાલિટી શો હોસ્ટ કરી ને પણ કરોડો રૂા.ની કમાણી કરતા હોય છે. છે ૯લા લગભગ એક દાયકા થી વધુ સમય થી બેક ટુ બેક હીટ ફિલ્મો આપતા સલમાન ખાન ની જો કે છેલ્લી રિલીઝ થયેલી બે ફિલ્મો એ અપેક્ષા મુજબ ની કમાણી કરવા માં ઉણી ઉતરી હતી. જો કે સલમાન પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને એસ માં થી પણ તગડી કમાણી કરે છે. આ ઉપરાંત ટીવી જગત ના સફળતમ રિલાલિટી શો બિગ બોસ ના હોસ્ટ તરીકે પણ સલમાન તગડી ફી વસુલે છે. આ જ રિયાલિટી શો બિગ બોસ ની ૧૬ મી સિઝન ૧ લી ઓક્ટબિર થી શરુ થનાર છે. ટીવી જગત ના અતિ ચર્ચિત, વિવાદીત અને ગોસિપ્સ અને સભ્યતા ની દ્રઢ઼ ને પાર કરતા કન્ટેન્ટ ધરાવતા આ શો ની સફળતા માં સલમાન નું હોસ્ટિગ એ સિંહફાળો છે અને આથી જ એમ કહેવાય છે કે બિગ બોસ સિઝન ૧૫ ના હોસ્ટિગ માટે સલમાન ને ૩પ૦ કરોડ ચૂકવાયા હતા. જો કે બોલિવુડ માં ચર્ચાતી વાતો મુજબ સલમાન ખાને બિગ બોસ સિઝન-૧દને હોસ્ટ કરવા માટે મેકર્સ પાસે પોતાની ફી માં તોતિંગ વધારો માંગ્યો છે. અને આ વધારો માત્ર 300 ટકા નો છે. અર્થાત કે બિગ બોસ સિઝન-૧૬ ને હોસ્ટ કરવા માટે સલમાન ને 1000 કરોડ રૂા.ની • : ફી ચૂકવાઈ છે. આની ઉપર જ સ્પષ્ટતા કરતા આ શો ની લોચિંગ ઈવેન્ટ માં ઈવેન્ટ ની હોસ્ટ ગૌહર ખાન એ સલમાન ને સીધો જ સવાલ કર્યો હતો કે શું ખૂબ ચર્ચાતી એ વાત સાચી છે કે તેણે આ શો હોસ્ટ કરવા માટે એક હજાર કરોડ રૂા. લીધા છે ? તેના જવાબ માં બોલિવુડ દબંગ સ્ટાર સલમાન ખાન એ કહ્યું હતું કે આ બધી ખોટી વાતો છે. જો વાસ્તવ માં તેને આટલા પૈસા મળ્યા હોત તો તે જીવન માં ફરી ક્યારેય કામ જ ના કરે. જો કે તેણે આશા વ્યક્ત કરી હતી કે જીવન માં એક દિવસ એવો જરુર આવશે જ્યારે તેને આટલા પૈસા મળશે. આ ઉપરાંત બોલિવુડ ના બેડ બોય સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે તેના ખર્ચા પણ વધારે છે. ઘણા કેસો ચાલતા હોવાથી વકીલોના ખર્ચ પણ મોટા છે જેથી તેને આટલા પૈસા ની જરુર પડી શકે છે.