એશિયા કપ વિરુધ્ધ વર્લ્ડ કપ ?
હાલ માં એશિયા ખંડ માં ક્રિકેટ
ની આગામી બે ટુર્નામેન્ટ અંગે ક્રિકેટ રમતા બે
મહત્વ ના પાડોશી દેશ ભારત અને પાકિસ્તાન
વચ્ચે ઉગ્ર વાકયુધ્ધ ચાલી રહ્યું છે. ટીમ ઈન્ડિયા
એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય ની
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ની જાહેરાત બાદ
હવે પાક. ક્રિકેટ બોર્ડ એ પણ ભારત માં યોજાન-
1રા વન-ડે વર્લ્ડ કપ નો બહિષ્કાર કરવા ની
ધમકી આપી હતી.
વાસ્તવ માં એશિયા કપ ૨૦૨૩ ની
યજમાની પાકિસ્તાન ને મળી હતી. પાક. માં
શ્રીલંકન ક્રિકેટ ટીમ ઉપર થયેલા આતંકવાદી
હુમલાબાદ કોઈ દેશપાકિસ્તાન માં ક્રિકેટ રમવા
તૈયાર નથી. જો કે એશિયા કપ ની યજમાની
મળતા પાકિસ્તાન ને આશા હતી કે દુનિયા ની
સૌથી લોકપ્રિય ટીમ ઈન્ડિયા ને પોતાની ધરતી
ઉપર ૧૫ વર્ષો પછી હોસ્ટ કરી શકશે. આના
થી પાક. ક્રિકેટ બોર્ડ ની તળિયા ઝાટક તિજોરી
માં ખૂબ બધા નાણાં આવવા ઉપરાંત ક્રિકેટ
જગત માં પાકિસ્તાન ઉપર લાગેલા ખતરનાક
ટેશન લેબ્રલ પણા #&2ી ૧ર રહાતા કિતા ગ્તપ્નો
“ભળ્યા વગર જ પોતાની આદત પ્રમાણે ધમકી
માં પાકિસ્તાન રાચતુ હતું ત્યાં જ બીસીસીઆઈ
ના સેક્રેટરી જય શાહે એશિયા કપ ૨૦૨૩
ને લઈ ને મોટું નિવેદન આપતા જણાવ્યું હતું
કે ભારતીય ટીમ આ ટુનમિન્ટ માં ભાગ લેવા
પાકિસ્તાન નહીં જાય. જુલાઈ-ઓગષ્ટ ૨૦૨૩
માં યોજાનારા એશિયા કપ ને પાકિસ્તાન સિવાય
અન્ય કોઈ તટસ્થ દેશ ને યજમાની સોંપવા માં
આવશે. આમ ભારતે પોતાની ટીમ પાકિસ્તાન
નહીં મોકલવા નો નિર્ણય જાહેર કરી ને પાક.ના
અરમાનો ઉપર પાણી ફેરવી દીધું હતું.
જો કે ત્યાર બાદ પાકિસ્તાન હાલ ના
સમય માં પોતાની શી સ્થિતિ છે તે જાણ્યા, સા-
આપવા ઉપર ઉતરી આવ્યું હતું. તેણે ધમકી
આપી છે કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન માં
યોજાનારા એશિયા કપ માં હાજરી નહીં આપે
તો પાકિસ્તાન પણ ત્યાર બાદ ઓક્ટોબર
-નવેમ્બર માં ભારત માં યોજાનારી વન-ડે
વિશ્વક્પ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ ને ભારત
નહીં મોકલી ને વર્લ્ડ કપ નો બહિષ્કાર કરશે.