લિઝ ટ્રસ નું રાજીનામુ

બ્રિટન માં ચાલી રહેલી ભારે
રાજકીય ઉથલ-પાથલ, કેન્દ્રીય મંત્રીઓ ના
રાજીનામાઓ બાદ આખરે વડાપ્રધાન લિઝ
ટ્રસ એ કિંગ ચાર્લ્સ ને પોતે રાજીનામુ આપી
રહ્યા હોવા ની જાણ કરી દીધી હતી. બ્રિટન
ના ઈતિહાસ માં સૌથી
ઓછા સમય – માત્ર
૪૫ દિવસ જ સત્તા
ઉપર રહેવા નો નવો
વિક્રમ લિઝ ટ્રસ એ
બનાવ્યો હતો.
કન્ઝવૅ’ટીવ
સત્તાધારી પાર્ટી નો
સ્પેશ્યિલ રુલ કમિટી
૧૯૨૨ ના ચેરમેન
સર ગ્રેહામ બ્રેડી અને
પાર્ટી ના ચીફ વ્હીપ
વેન્ડી માર્ટર્ન ની સાથે
વડાપ્રધાન લિઝ ટ્રસ ને મળ્યા હતા અને તેમને
જણાવી દીધું હતું કે કન્ઝર્વેટીવ પાર્ટી દ્વારા
હવે તેમને નેતા તરીકે જોવા માં આવતા નથી.
ત્યાર બાદ બ્રિટીશ વડાપ્રધાન લિઝ ટ્રસે પોત-
1ના સત્તાવાર વડાપ્રધાન ના નિવાસ સ્થાન
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ની બ્હાર મિડીયા ને
જણાવ્યું હતું કે હું જે વચનો ની સાથે સત્તા માં
આવી, તેને પુરુ ના કરી શકી, તેનો અફસોસ
છે. કિંગ ચાર્લ્સ ને મેં આ અંગે માહિતી આપી

ઊં

દીધી છે. વડાપ્રધાન લિઝ ટ્રસ ના રાજીન-
1મા અગાઉ તેમની કેબિનેટ ના ઈન્ટિરિયર
મિનિસ્ટર સુએલા બ્રેવરમેને બુધવારે જ્યારે
થોડા દિવસો અગાઉ જ નાણામંત્રી ક્વાસી એ
પણ રાજીનામુ આપ્યું હતું. જો કે કન્ઝર્વેટીવ
પાર્ટી દ્વારા નવા નેતા
નું નામ નક્કી થાય
ત્યાં સુધી લિઝ ટ્રસ
કાર્યકારી વડાપ્રધાન
તરીકે ચાલુ રહેશે.
બ્રિટન ના નવા
વડાપ્રધાન પદ અને
પાર્ટી ના નેતા ની
રેસ મા થી પૂર્વ
નાણામંત્રી ક્વાસી
વારટેંગ ને જેરેમી
હેટ પોતાને રેસ
થી અલગ ગણાવી
ચુક્યા હોવા થી વડાપ્રદાનપદ ના સૌથી મોટા
દાવેદાર ત્કષિ સુનક ને માનવા માં આવી
રહ્યા છે. જો કે પાછલા થોડાક દિવસ ની ઉથલ
પાથલ વચ્ચે પણ મૌન ધારણ કરી ને શાંતિ થી
સુનક બેઠા હતા. જો કે કન્ઝર્વેટીવ પાર્ટી માં
અને બ્રિટીશ જનતા માં ત્ધષિ સુનક કમબેક
ની ઝુંબેશ જોરશોર થી ચાલી રહી છે. હવે
બ્રિટન ના નવા વડાપ્રધાન આગામી દિવસો
માં કોણ બનશે તે જોવું રસપ્રદ બનશે.

Leave a Reply

Your email address will not be published.