શુભ દપાવલી *
નુતન વષભિનંદન

આપણે દિવાળાનું પર્વ ઉજવીએ છાંએ. ત્યાં સુધી
તો વસંત પૂજા થતી હતી. મહાવીરના નિર્વાણથી
ફેલાયેલા અંધકારના સ્થાને પુનઃપ્રકાશ સ્થાપવા
માટે લોકોએ લાખો દીપ માળાઓ પ્રગટાવેલી.
વિક્રમ પણ શીવપંથીમાંથી જૈન થયેલા. આચાર્ય
સિદ્ધસેન દિવાકરના સહવાસથી જૈન ધર્મમાં તેમને

અખુટ શ્રદ્ધા પ્રામ થઇ હતી.

ભગવાન મહાવીરના આ નિર્વાલ્ર દિવસની
સાથે જ વિક્રમે પણ આ દિવસ પસંદ કર્યો અને
એમનો સંવત પણ તેમણે આ દિવસથી શરૂ કર્યો
હતો.

એક માન્યતા એવી પણ પ્રચલિત છે કે મહારાજા
વિક્રમે ભારત પર ઘુસી આવતા શક લોકોના ધાડ-
1ને કાઢી મૂક્યા ને પોતે શાકાહારી બન્યા. આ પર
દુઃખભંજક રાજા વીર વિક્રમ સંવતની સ્થાપના
થઇ. વિક્રમ સંવતનો દિપોત્સવી તે છેલ્લો દિવસ
અને કાર્તિકી પડવો એ પહેલો દિવસ.
અમાવસ્યાને દિવસે ઘોર અંધકાર હોય છે.
આ તિમિર ને દૂર કરવા આકાશમાં નવલખ તારા
પોતાનો અનંત રાસ આરંભે છે. પૃથ્વી પર લોકો
તારામાં રહેલા તેજનાં જ પ્રતિક જોવા હજારો
દીવાઓ પ્રગટાવી શોભામાં વૃદ્ધિ કરે છે. પ્રકાશ
તત્વની પૂજા સાથે કલા પણ સમ્મિલિત છે.

આ દિવસ તો હૈયામાં દીવા પ્રગટાવવાનો
છે. ઘેર ઘેર દીવા પ્રગટે છે. પણ કેટલાના
દિલમાં દિવો પ્રગટે છે… ? હૈયે હૈયે આ દિવસે
તેજ પ્રગટાવવાની આજે ખાસ આવશ્યક્તા
છે. અંતરના અંધારા ઉલેચવાને શાન દિપકના
પ્રકાશની જરૂર પડવાની.

દિવાળીના દિવસોમાં મિષ્ટ ભોજન તો સૌ
કોઇ જમે છે પણ જ્ઞાનામૃતનું ભોજન કેટલા લોકો
કરતા હશે તે સૌથી અગત્યની વાત તો એ છે કે

કોઈ પણ વસ્તુનો આપણે આંતિરક ન કરીએ દરેક
વસ્તુ તેની મર્યદામાં હોય ત્યાં સુધી જ ઉશ્રતિકારક
નીવડે છે.
નવા વર્ષના શુભ દિને મંદિરોમાં અન્ન કુટ થાય
છે. આ દિવસે ગોવર્ધનોત્સવ અગર અન્ન કુટોત્સવ
પણ કહેવામાં આવે છે. મંદિરોમાં પુરાતા અન્નક-
ડટની ક્લામયતા સુંદર હોય છે. ગામડાઓમાં અને.
થોડે ઘણે અંશે શહેરોમાં મંદિરોમાં પૂરાતા આવા
અન્નકુટમાંથી ગરીબ લોકો કે જેમણે અમુક વસ્ત-
ડનો તો કદી સ્વાદ પણ ચાખ્યો નથી હોતો તેવી
ખાવાની ચીજો તેમને મળે છે.
દિવાળીના દિવસે આપણે નવા ચોપડા શરૂ
કરીએ છીએ. ખરી રીતે આ દિવસે ગત વર્ષના
જીવંત સરવૈયું કાઢવું જોઇએ. ગયા વર્ષે આપણી
કઇ કઇ ત્રુટીઓ અને ખામીઓ હતી અને તે કેટલે
અંશે આજે દુર કરી આવતે વર્ષે શુદ્ધ વિશુદ્ધ જીવન
ગાળીશું તેમ પવિત્ર સંકલ્પ કરવાનો આ દિવસ
છે.
જીવનનું નૈતિક સરવૈયું કાઢવું જોઇએ. ખરો
આનંદ તો આત્મ શુદ્ધિમાં જ છે. ને ગત વર્ષમાં
આપણે ઇશ્વર સન્મુખ રહ્યા છીએ કે ઇશ્વરની
વિમુખ થયા છીએ તે આજે વિચારવું જોઇએ.
નુતન પર્વ માટે નુતન સંકલ્પ કરીએ કે આવતે વર્ષે
ભગવત કૃપાનો સંચયને ભગવાનના સાનિધ્યનો
અનુભવ વધે.
આપણે સૌ સાથે મળીને આજે સહીયારૂ સરવૈયું,
કાઢીએ કે આપણો સમાજ પુણ્ય પંથે પ્રગતિ કરી
રહ્યોછે કેનહીંનેજો એમ ન બનતું હોય તો આપણે.
ક્યાં ચુક્યા છીએ તે વિચારીને આવતે વર્ષે આનંદ
સ્વરૂપ પરમાત્માનું ચિંતન, મનન કરી આપણે સૌ.
પણ એ આનંદના અંશ માત્ર ભાગીદાર થઇએ.

Leave a Reply

Your email address will not be published.