ખાનગી સ્પેસ કંપની નું રોકેટ લોંચ

ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા વિશ્વસ્તરે નામના મેળવતા એક પછી એક કારનામા કરી રહ્યો છે. દેશ માં સૌ પ્રથમવાર કોઈ ખાનગી સ્પેસ કંપની નું રોકેટ લોંચ થવા જઈ રહ્યું છે.અમેરિકા માં જેમ સરકારી આંતરીક્ષ અજન્સી નાસા ત્યા ની ખાનગી 3૨ સ્પ્ાસ્ા અજન્સી જેવી કે અઓલાન્ા મસ્ક ની સ્પેસ એક્સ, જેફ બેજોસ ની બલ્યુ ઓરિજિન ની માફક જ હવે ભારત માં પણ સરકારી અંતરીક્ષ સંશોધન સંસ્થાન (ઈસરો) ની માફક હૈદર- બાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરુટ એરોસ્પેસ કંપની એ બનાવેલા રોકેટ નું ટેસ્ટિંગ થવા નું છે.

આ રોકેટ નું લોન્ચિંગ ઈસરો ના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ના લોંચ પેડ થી થશે. સ્કાયરુટ એરોસ્પેસ ના સહસંસ્થાપક અને સીઈઓ પવનકુમાર ચાંદના ના જણાવ્યા પ્રમાણે આ હાલ માત્ર એક ટેસ્ટ ફ્લાઈટ છે. આ ખાનગી કંપની ના રોકેટ લોન્ચિંગ માટે ૧૨ થી ૧૬ નવેમ્બર વચ્ચે લોંચ વિન્ડો નક્કી કરાઈ છે. ખાનગી એરોસ્પેસ કંપની એ પોતાના રોકેટ નું નામ ઈસરો ના સંસ્થાપક અને સુપ્રરિ- ધ્ધ ભારતીય વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈ ના નામ ઉપર થી વિક્રમ એસ રાખ્યું છે.

જ્યારે તોમનાા આ પ્રથમ લા ચ નું નામ મિશન પ્રારંભ આપ્યું છે. સ્કાયરુટ ના મિશન પેચ નું અનામરણ ઈસરો ના ચીફ ડૉ. એસ. સોમનાથે કર્યું હતું. સ્કાયરુટ ભારત ની સૌ પ્રથમ ખાનગી સ્પેસ કંપની છે જે પોતાના રોકેટ લોંચ જેવું મોટુ મિશન પાર પાડવા જઈ રહી છે. સ્કાયરુટ ના સીઈઓ અને સહસંસ્થાપક નાગા ભરત ડાકા ના જણાવ્યા પ્રમાણે વિક્રમ એસ રોકેટ સિંગલ સ્ટેજ નું સબ ઓર્બિટલ લોંચ વ્હિકલ છે જે પોતાની સાથે ત્રણ પેલોડ લઈ જવા માટે સક્ષમ છે. જો આ પરીક્ષણ સફળ રહ્યા તો ભારત વિશ્વ ના એવા ચુનિંદા દેશો ની યાદી માંસામેલ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.