રિલાયન્સ ભારત ની શ્રેષ્ઠ કંપની
ભારતીય ઉઘોગપતિ મુકેશ અંબ- ।ણી ની કંપની રિલાયન્સ ભારત ની નં.૧ શ્રેષ્ઠ કંપની હોવા ઉપરાંત વિશ્વ ની શ્રેષ્ઠ ૨૦ કંપનીઓ ની યાદી માં પણ સામેલ છે. વિશ્વ પ્રસિધ્ધ ફોર્બ્સ એ આ યાદી તૈયાર કરવા માર્કેટ રિસર્ચ કરતી સ્ટેટિસ્ટા સાથે ભાગીદારી કરી હતી. તેમણે ૫૭ દેશો ના લગભગ દોઢ લાખ પૂર્ણ સમય ના અને પાર્ટ ટાઈમ કર્મચારીઓ નો સર્વે કર્યો હતો. આ માટે તેમણે ૫૭ દેશો ની ૮૦૦ કંપનીઓ ને આવરી લીધી હતી. આ યાદી માં કંપની ની છબી, સામાજીક જવાબદારી, લિંગ સમાનતા, આર્થિક સ્થિતિ અને પ્રતિભા વિકાસ જેવા માપદંડો અપન- વ્યા હતા.
ફોર્બ્સ ની આ ગ્લોબલ રેન્કિંગ માં દ.કોરિયા ની કંપની સેમસંગ ઈલેક્ટ- નેનિક્સ એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે બીજા નંબરે અમેરિકન કંપની માઈક્રોસોફ્ટ, ત્યાર બાદ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને આઈબીએમ, આલ્ફાબેટ અને એપલ આવે છે.આયાદીમાંધ્યાનાકર્ષક બાબત એવી છે કે બીજા નંબર થી બારમા નંબર સુધી ની તમામ કંપનીઓ અમેરિકા ની છે.
ત્યાર બાદ ૧૩ મા સ્થાને જર્મની ની કંપની બીએમડબલ્યુ,ચૌદમા સ્થાને વિશ્વ ની સૌથી મોટી અમેરિ- કન રીટેલર કંપની એમેઝોન અને ૧૫ મા ક્રમાંકે ફેંચ સ્પોર્ટસ કંપની ડેકથ્લોન આવે છે.

જ્યારે ભારત ની તેલ થી લઈ ને રિટેલ અને ટેલિકોમ ક્ષેત્રે પ્રવૃત્ત કંપની રિલાયન્સ ૨૦ મા સ્થાને છે. રિલાયન્સ માં ૨૩૦,૯૦૦ લોકો નોકરી કરી ને આજીવિકા મેળવે છે જે ન માત્ર ભારત ની શ્રેષ્ઠ કંપની છે, પરંતુ વિશ્વ ની જગપ્રસ્- ધ્ધ સાઉદી અરામ્કો, જર્મની ની મર્સિડીઝ બેન્ઝ,, જાપાનીઝ કંપની યામાહા અને હોન્ડા તેમ જ અમેરિકન જગપ્રસિધ્ધ બેવરેજીસ કંપની કોકાકોલા ને પણ પાછળ છોડી દીધા છે. આ યાદી માં સ્થાન પામેલ અન્ય ભારતીય કંપનીઓ માં એચડીએફસી બેંક ૧૩૭ મા સ્થાને, બજાજ ગૃપ ૧૭૩ મા, આદિત્ય બિરલા ગૃપ ૨૪૦ મા, હિરો મોટ- કોર્પ ૩૩૩ મા, લાર્સન એન્ડ ટુબ્રો ૩૫૪ મા, આઈસીઆઈસીઆઈ બેંક ૩૬૫, એચસીએલ ટેકનોલોજી ૪૫૫, સ્ટેટ બેંક ઈન્ડિયા ૪૯૯, અદાણી એન્ટરપ્રાઈઝ ૫૪૭, અને ઈન્ફોસીસ ૬૬૮ મા ક્રમે છે. આમ રિલાયન્સ ભારત ની પ્રથમ અને વિશ્વ ની ૨૦ મી શ્રેષ્ઠ કંપની છે.