શાહરુખ ફરી વિવાદો માં
બોલિવુડ ના રોમાન્સ કિંગ શાહરુખ ખાન ફરી એકવાર વિવાદો માં સપડ- ।યો છે. તે વિદેશ પ્રવાસે થી પરત કરતા મુંબઈ એરપોર્ટ ઉપર તેને અટકાવાયો હતો. બાદ માં જંગી રકમ નો દંડ ફટકારાયા બાદ મુક્ત કરાયો હતો. શાહરુખ ની લોકપ્રિયતા ભારત ના સિમાડાઓ વટાવી પરદેશ માં પણ છે. ખાડી દેશ યુએઈ માં શાહરુખખાનનું ભવ્ય સન્માન કરાતા તેને સિનેમા નો ગ્લબોલ આઈકોન એવોર્ડએનાયત કરાયો હતો.
૧૧ મી નવેમ્બરે યુએઈ ના એક્સપો સેન્ટર ખાતે યોજાયેલા શારજાહ ઈન્ટરનેશનલ બુકફેર ૨૦૨૨ ના ૪૧ મા એડિશન માં આ સન્માન તેના સિનેમા ક્ષેત્રે ત્રણ દાયકા ના યોગદાન બદલ અપાયું હતું. આ એવોર્ડ સેરેમની માં શાહરુખ ખાન પોતાના માતા-પિતા ને યાદ કરી ને ભાવુક થયો હતો. જો કે આ એવોર્ડ સેરેમની બાદ ૧૧ મી નવેમ્બર ની રાત્રે જ શારજાહ થી મુંબઈ આવેલા શાહરુખ ખાન ની ચાર્ટર ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ હતી. એરપોર્ટ ઉપર રેડ ચેનલ ક્રોસકરતા સમયે શાહરુખ અને તેની ટીમ ની એર ઈન્ટેલિજન્સ યુનિટે રોકી ને તેના સામાન ની ચકાસણી કરી હતી.

મોડી રાત્રે ટી-૩ ટર્મિનલ ખાતે ઉતરેલા શાહરુખ અને તેની ટીમ ની બેગો ની તપાસ કરાતા તેમાંથી બબાન અને ઝુર્બા ની ઘડીયાળ, રોલેક્સ ની ઘડીયાળ ના ૬ બોક્સ, સ્પિરીટ બ્રાન્ડ ની ઘડીયાળ તેમજ એપલ સિરીઝ ની ઘડીયાળો પણ મળી આવી હતી. આ દરમ્યાન શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાણી ને એક કલાક ચાલેલી પ્રક્રિયા બાદ જવા દેવા માં આવ્યા હતા. પરંતુ તેના બોડીગાર્ડ રવિ અને શાહરુખ ની ટીમ ને અંદાજે ૧૮ લાખ ની ઘડીયાળો ની કિંમત પ્રમાણે ૬ લાખ ૮૭ હજાર રૂા.
ની કસ્ટમ ડ્યુટી ભર્યા બાદ વ્હેલી સવારે આઠ વાગ્યે મુક્ત કરાયા હતા. આ અગાઉ શાહરુખ ને ૨૦૧૧ માં પણ મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો. ત્યારે શાહરુખ લંડન અને હોલેન્ડ માં પરિવાર સાથે વેકેશન મનાવી પરત આવી રહ્યો હતો. જ્યારે ૨૦૦૯, ૨૦૧૨ અને ૨૦૧૬ એમ ત્રણ વખત શાહરુખ ને અમેરિકા ના એરપોર્ટ ઉપર પણ ડિટેઈન કરવા માં આવ્યો હતો.