ટીમ ઈન્ડિયા નીહાર પર પાક. ક્રિકેટર્સ
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ટુર્નામેન્ટ માં ટીમ ઈન્ડિયા સેમી ફાયનલમાં ૧૦ વિકેટથી હારતા ટુર્નામેન્ટ- માંથી બહાર થઈ ગઈ હતી. સ્વાભાવિક રીતે કરોડો ભારતીય ક્રિકેટ- ‘ પ્રેમીઓ નિરાશ થયા હતા. _ જ્યારે પાડોશી દેશ પાકિસ્ત- ।નના ક્રિકેટરો ટીમ ઈન્ડિયા તેમ જ બીસીસીઆઈ અને આઈપીએલ ઉપર કટાક્ષ કરી રહ્યા હતા.
ટી-૨૦ ની સેમી ફાયનલમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર મળતા પાકિસ્તાન ના પૂર્વ ક્રિકેટ- રો જેવા કે પીસીબી ના ચેરમેન રમીઝ રાજા, શોએબ અખ્તર તેમજ વસિમ અક્રમ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન ઉપર વાત કરતા કટાક્ષ કરી રહ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ ચેરમેન અને પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કહ્યું હતું કે અબજો ડોલર્સની લીગ રમતા ક્રિકેટર્સ પાછળ રહી ગયા અને પાકિસ્તાન આગળ નીકળી ગયું. આ વર્લ્ડ કપમાં બિલિયન ડોલરની ઈન્ડસ્ટ્રીવાળી ટીમ ઈન્ડિયા પાછળ રહી ગઈ અને અમે આગળ નિકળી ગયા. અમે શાનદાર પ્રદર્સન કર્યું છે. એટલે જ અમને જશ્ન ય મનાવવાનો હક્ક છે.

જ્યારે પાકિસ્તાનના પૂર્વફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું હતું કે ઈન્ડિયાની ખૂબ શરમજનક હાર. આ ટીમ બહુ જ ખરાબ રમી અને તેઓ ક આને જ લાયક હતા. હેરાન થવાય એવી વાત તો એ છે કે તમે એક પણ વિકેટ નથી લઈ શક્યા.
તમારી બોલિંગ પુરી રીતે એક્સપોઝ થઈ ચુકી છે. ભારતની પાસે કન્ડીશ્નલ ફાસ્ટ બોલર્સ છે. તેઓ કંડીશન સારી હોય તો જ સારી બોલિંગ કરી શકે છે અન્યથા નહીં. જ્યારે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન વસીમ અક્રમએ કહ્યું હતું કે આઈપીએલ નો કોઈ ફાયદો થયો નથી.
ભારત ૨૦૦૭ માં વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું. ત્યારબાદ ૨૦૦૮ માં આઈપીએલ આવ્યું. ત્યારબાદ ભારત ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. આનો મતલબ એ થયો કે આઈપીએલ નો કોઈ જ ફાયદો થયો નથી. જો કે ઉત્સાહ થી બોલતા આ પૂર્વ ક્રિકેટરો ફાયનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર ૧૩૬ રનમાં ઓલ દમ ચુપ છે..