ભારત – ન્યુઝિલેન્ડપ્રથમ ટી-૨૦ પડતી મુકાઈ

ઓસ્ટ્રેલિયા માં ટી-૨૦ વર્લ્ડપની સેમી ફાયનલ માં અત્યંત શરમજનક રીતે ૧૦ વિકેટથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડમાં ત્રણ ટી-૨૦ ના પ્રવાસે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટન ખાતે રમાનારી પ્રથમ ટી-૨૦ વરસાદના , કારણે પડતી _’ વરસાદ પડી રહ્યો હોવાથી પ્રથમ ડીલે જાહેર કરાઈ હતી. પરંતુ દોઢ – પોણા બે કલાક સુધી રાહ જોયા બાદ પણ વરસાદ ના અટકતા આખરે મેચ પડતી મુકાઈ હતી. હવે બીજી ટી-૨૦ ની મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે ૨૦ મી નવેમ્બરે રમાશે.

આ દરમ્યાન મેચ રમવા માટે તૈયાર બેઠેલા બન્ને ટીમના ખેલાડીઓ એ પોતાના ડ્રેસિંગ રુમમાં ફુટ- બોલ રમીને ટાઈમ પાસ કર્યો હતો. આમ બ્હાર મેદાન ઉપર વરસાદ વરસી રહ્યો હતો જયારે પેવેલિયન ના ડ્રેસીંગરુમમાં ખેલાડીઓ ફૂટબોલ રમી રહ્યા હતા. જો કે હાલમાં ન્યુઝીલેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયા યુવા ખેલાડીઓની ટીમ છે. ભારતીય સિલેક્ટરોએ ટી-૨૦ વર્લ્ડકપના ધબડકા બાદ યુવા ખેલાડીઓ ઉપર દાવ ખેલવાનું મન બનાવતા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.

ટી-૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમવાર સેમી ફાયનલમાં કોઈ ટીમનો ૧૦ વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ ઘણા ક્રિકેટ રસિકો, ૧ 8₹₹₹₹₹%₹ વિવેચકો, પૂર્વ ક્રિકેટરો તેમ જ ખુદ બીર 1સીઆઈ પણ પ રોહિત શર્માની કપ્તાની થી નારાજ જણાઈ રહ્યા છે.

ન્યુઝિલેન્ડ પહોંચેલી યુવા ટીમમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, બુમરાહ, મોહમ્મદ સામી, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ બાકાત રખાયા છે. જ્યારેપંત, ભૂવી, ચહલ અને હાર્દિક પંડ્યાને સિનિયર તરીકે મોકલતા હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપાઈ છે. એવું જણાઈ રહ્યું છે કે ટીમના પસંદગીકારો ભવિષ્યની ટીમ ઈન્ડિયાની શોધ કરી રહ્યા છે જે ટીમ ઈન્ડિયાને આઈસીસી ટ્રોફી જીતાડી શકે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આવતા જ વર્ષે ભારત વન-ડે વર્લ્ડકપની યજમાની કરનાર છે. ત્યારે ભાવિ ટીમની શોધખોળ ચાલુ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.