વિશ્વ ની વસ્તી ૮૦૦ કરોડ
આ ૧૫ મી નવેમ્બરે પૃથ્વી ઉપર ૮૦૦ કરોડ ની વસ્તી નો આંક પાર કરી લીધો છે. અર્થાત કે વિશ્વ માં ૮૦૦ કરોડ મા બાળકે જન્મ લઈ લીધો છે. વિશ્વ માં વસ્તી વધારા ઉપર સતત નિરીક્ષણ રાખતી વેબસાઈટ વર્લ્ડમિટર્સ ડોટ ઈન્ફો ના જણાવ્યા પ્રમાણે ૧૫ મી નવેમ્બર અને મંગળવારે બપ- ોરે ૧.૩૦ વાગ્યે ૮૦૦ કરોડ મા બાળકે જન્મ લઈ લીધો છે.
વિશ્વ ની વસ્તી સતત વધતી રહી છે. સદ્ભાગ્યે ઈશુ ના જન્મ સમય થી અર્થાત કે પાછલા ૨૦૨૨ વર્ષો થી અધિક સમય થી વિશ્વ ની વસ્તી ના ડેટા ઉપલબ્ધ છે.

આ ડેટા અનુ ઘર ૨૦૨૨ વર્ષો પૂર્વે અર્થાત કે ઈશુ ના જન્મ સયે પૃથ્વી ની વસ્તી ૨૦ કરોડ હતી. જો કે ત્યાર બાદ વસ્તી વિસ્ફોટ નો અભ્યાસ કરતા તારણો ચોંકાવનારા છે. વિશ્વ ની વસ્તી ને ૨૦ કરોડ થી ૧૦૦ કરોડ એ પહોંચતા ૧૮૦૦ વર્ષ લાગ્યા હતા. અર્થાત કે ઈશુ ના જન્મ સમયે ૨૦ કરોડ ની વિશ્વ ની વસ્તી ૧૮૦૦ ની સાલ માં ૧૦૦ કરોડ એ પહોંચી હતી. આમ ૮૦ કરોડ ની વસ્તી વધવા