હિન્દુજા પરિવાર સાથ સાથ

બ્રિટન ના સૌથી ધનિક પરિવારો માં જેની ગણના થાય છે તેવો હિન્દુજા પરિવાર છેલ્લા થોડા સમય થી પરિવાર ની સંપત્તિ ના મામલે પરિવાર માં વિખવાદ અને મામલો કોર્ટ કચેરી સુધી પહોંચ્યો હતો. પરંતુ તાજા મળતા સમાચાર મુજબ હવે પારિવારીક વિવાદ સમાપ્ત કરી ને હવે ફરી અેકવાર ચા ૨ ય ભાઈઓ નો પરિવાર હવે કોરસ માં હમ સાથ, સાથ હૈ ગાઈ રહ્યો છે.

હિન્દુજા પરિવાર બ્રિટન ના અબજોપતિ-ખર્વોપતિ પરિવાર છે. તેમના વ્યવસાયો માં અશોક લેલેન્ડ, હિન્દુજા બેંક સ્વિત્ઝર્લેન્ડ, જીઓબીએલ કોર્પોરેશન તેમ જ ઈન્ડસઈન્ડ બેંક પ્રમુખ છે. ચાર ભાઈઓ ના જૂથ ના હિન્દુજા બ્રધર્સ નામક ઔદ્યોગિક જૂથ માં ૨૦૧૭ માં એક આંતરિક સમજૂતિ કરવા માં આવી હતી. જો કે વાસ્તવ માં આ સમજૂતિ થી જ વિવાદ શરુ થયો હતો. આ સમજૂતિ મુજબ હિન્દુજા જૂથ માં કશું જ કોઈ નું નથી, અને બધુ દરેક નું છે. આ સમજૂતિ ની ભાવના તો ઉચ્ચ હતી, પરંતુ ચાર પૈકી ના બે ભાઈઓ એ દાવો કર્યો હતો કે આ સમજૂતિ હિન્દુજા જૂથ

ના ઉત્તરાધિકારી ના આયોજન ને નિયંત્રિત કરે છે. શ્રીચંદ હિન્દુજા કે જેઓ ૮૬ વર્ષીય છે અને પરિવાર ના સૌથી મોટા છે તેમના પરિવારે આ સમજૂતિ ને પડકારતા દાવો કર્યો હતો કે હિન્દુજા જૂથ માં તેમના પરિવાર ની શાખ ને બાકાત કરવા માં આવી રહી છે. ચાર ભાઈઓ માં સૌથી મોટા શ્રીચંદ હિન્દુજા ને ડિમેન્શિયા છે. ડિમેન્શિયા ના દર્દીઓ માનસિક રીતે નબળા પડી જાય છે. ઘણા કેસો માં તેમની યાદશક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. પરિવાર અને તેમાં પણ બ્રિટન ના સૌથી ધનિક પરિવાર ના વિખવાદ માં કાળા કોટ-વકીલો નું આગમન યુરોપ ના ઘણા દેશો માં આપસ માં કેસો માં પરિણમ્યું.

જો કે આવા જ એક કેસ માં લંડન ના જ જે પરિવાર ના મોભી શ્રીચંદ હિન્દુજા ની સંભાળ ને લઈ ને ખૂબ જ કડક ટીકા કરી હતી. આ ટીકા-ટિપ્પણી એ ૧૦૦ વર્ષ થી વધુ જૂના બ્રિટિશ હિન્દુજા જૂથ ની માલિકી માં વિભાજન ની શક્યતા ખોલી. જો કે હાલ માં જ યુરોપ માં ચાલી રહેલા ઘણા કેસો ને હિન્દુજા પરિવારે હાલ પુરતુ રોકવા નો નિર્ણય કર્યો છે જે બેશક સાચો નિર્ણય છે. લાગે છે હિન્દુજા પરિવાર માં સમાધાન થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.