આદિવાસી નેતા ભાજપા માં

કોંગ્રેસ ના દિગ્ગજ આદિવાસી નેતા ૧૧ વખત ચંટણી લડી ને ૧૦ વખત જીતનારા અને કોંગ્રેસ માં ૫૦ વર્ષો વિતાવ્યા પછી આખરે મોહનસિંહ રાઠવા કોંગ્રેસ ના પંજા ને હડસેલીને ભાજપા નો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. જરાત ની સાડા છ કરોડ ની આબાદી માં એક કરોડ આદિવાસીઓ છે જે પૈકી ૮૨ લાખ મતદારો છે.

ગુજરાત ની વિધાનસભા ની ૧૮૩ સિટો પૈકી ૨૭ બેઠકો ઉપર થી આદિવાસી ઉમેદવારો જ મેદાન માં છે જ્યારે ૪૦ બેઠકો ઉપર આદિવાસી મતદારો નું સારુપ્રભુત્વ છે. આવા સંજોગો માં સ્વાભાવિક છે કે દરેક રાજકીય પક્ષો આદિવાસીઓ ને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરે. હવે આવા વિધાનસભા ની ચૂંટણી ના સમય માં કોંગ્રેસ ના દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા કોંગ્રેસ છોડી ને ભાજપા માં જોડાતા નિશં- કપણે કોંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે. ૭૯ વર્ષીય નેતા આટલા લાંબા પાંચ દાયકા ની રાજકીય સફર બાદ બરોબર ચૂંટણી સમયે જ ભાજપા માં જોડાતા કોંગ્રેસ માં સન્નાટો વ્યાપ્યો છે.

છોટા ઉદેપુર ના ધાર- ૧૯૩૨ થી ાસભ્ય મોહનસિંહ રાઠવા ૧૯૯૮ ની વિધાનસભા ની સતત સાત ટર્મ સુધી જેતપુર પાવી ની બેઠક ઉપર થી ધારા- સભ્યપદ ચૂંટાયા હતા. જો કે ૨૦૦૨ ના ગોધરા કાંડ ના વાવાઝોડા માં ભાજપા ના વેચતભાઈ બારીયા સામે હાર્યા બાદ ૨૦૦૭ માં ફરી પાવી-જેતપુર બેઠક ઉપર થી ચૂંટણી જીત્યા હતા જ્યારે ૨૦૧૨ અને ૨૦૧૭ માં તેઓ છોટા ઉદેપુર થી ચૂંટાઈ આવ્યા હતા. હવે કોંગ્રેસ ને આવા દિગ્ગજ નેતા પક્ષ છોડી ને ચાલ્યા જતા છોટા ઉદેપુર વિસ્તારની આદિવાસી બેઠકો ઉપર કોંગ્રેસ ને મોટો ફટકો પડવવો સ્વાભાવિક છે. મોહનસિંહ રાઠવા એ ૨૦૧૭ ની ગુજરાત વિધાનસભા ની ચૂંટણી વખતે જાહેર કરી દીધું હતું કે તેઓ પોતાના પુત્ર રાજેન્દ્રસિંહ ને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક ઉપર થી ચૂંટણી લડાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.