જી-૨૦ સમિટ બાલી માં
ઈન્ડોનેશિયા ના બાલી માં મેંગોન ફોરેસ્ટ ખાતે વિશ્વ નાપ્રમુખ ૨૦દેશો ની શિખર મંત્રણા જી-૨૦ સમિટ યોજાઈ હતી. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત જો બાઈ- ડન, શી જિનપિંગ, ઈમેન્યુઅલ મેક્રોંન, ઋષિ સુનક સહિત ૨૦ રાષ્ટ્રો ના વડા સમિટમાં આ પધાર્યા હતા.
જી – ૨ ૦ સંગઠન ૧૯૯૯ માં બન્યું હતું. તેમનો વર્લ્ડ જીટીપી ના ૮૫ ટકા ઉપર નિયંત્રણ, વિશ્વ ની વસ્તી ના ૬૬ ટકા લોકો ની ભાગીદારી, વિશ્વ વ્યાપાર માં ૭૫ ટકા ની ભાગિદારી, એવા આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે નો આ આંક અતિ મહત્વ નો મંચ છે. જી-૨૦ જૂથ ના ૨૦ દેશો દુનિયા ની વિક ગીત અને વિકાસશીલ અર્થવ્યવસ્થા ધરાવે છે. બાલી ના મેંગોવા ફોરેસ્ટ પહોંચેલા જી-૨૦ દેશો ના રાષ્ટ્રાધ્યક્ષો એ આબોહવા પરિવર્તન સામે લડવા માં મદદરુપ છોડ નું વાવેતર કર્યું હતું. તાજેતર ના સમય માં જળવાયુ પરિવર્તન વિશ્વ સમક્ષ ની ગંભીર સમસ્યા તરીકે ઉભર્યું છે. હાલ માં જી-૨૦ જૂથ નું અધ્યક્ષપદ ઈન્ડોનેશિયા પાસે છે. જે આ બેઠક ના અંતે આવતા એક વર્ષ માટે ભારત ને સોંપાનાર છે.

ભારત ૧ લી ડિસેમ્બર થી પાટનગરી નવી દિલ્હી ખાતે જી-૨૦ જૂથ ના નેતાઓ ની સમીટ નું આયોજન કરશે. ડિ તેમ્બર ૨૦૨૨ માં તેનું રાજસ્થાન ના ઉદેપુર માં ઉદ્ઘાટન કરવા માં આવશે. આ વખતે રાજસ્થાન ના ત્રણ શહેરો માં ઉદેપુર, જયપુર – અને જોધપુર ખાતે કોન્ફરન્સ ના આયોજનો યોજાયા છે. આમ ડિસેમ્બર ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૩ એમ એક વર્ષ સુધી વિશ્વ ના અતિ મહત્વ ના અને પ્રભાવશાળી જૂથ નું અધ્યક્ષપદ ભારત સંભાળશે. જે ભારત અને ભારત દેશ ના તમામ નાગરિકો માટે ખૂબ જ આનંદ અને ગૌરવ ની બાબત છે.
જી-૨૦ દેશો ના અધ્યક્ષ તરીકે ના એક વર્ષ ના કાર્યકાળ માં ભારત જી-૨૦ દેશો ની યજમાની કરતા અમુક કાર્યક્રમો કાશ્મિર માં પણ યોજાનાર છે. જેનાથી આંતરરાષ્ટ- ીય કક્ષા એ ભારત અને કાશ્મિર ને પોતાના અવિભાજ્ય અંગ હોવા ના દાવા ને બળ મળશે. આમ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ ભારત જી-૨૦ દેશો ના સમુહ નું અધ્યક્ષપદ સંભાળશે જે ગર્વ ની બાબત છે.