પાર્ટી ની તો એસી કી તૈસી

અમુક રાજકીય પક્ષ માં અમુક રાજકારણી એવા પણ હોય છે કે જેઓ પોતાની લોકપ્રિયતા અને જનમાનસ ઉપર ના તેમના પ્રભુત્વ જે તે પાર્ટી ના કદ કરતા પણ વધારે છે જેને લાર્જર ધેન લાઈફ બનાવી દે છે. ગુજરાત ના કુતિયાણા ની બેઠક ઉપર ના શરદ પવાર ની એનસીપી ના વિધાયક કાંધલ જાડેજા આવી જ એક પ્રતિભા છે. હાલ ગુજર- 1ત વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ અને એનસીપી ના નેતાઓ ગઠબંધન કરવા અને સિટો ની વ્હેંચણી માં લાગ્યા હતા.

રાજ્યકક્ષા એ તો આ બે યક્ષો વચ્ચે કોઈ ઝાઝો મનમેળ નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષા એ બન્ને પક્ષો ને ગઠ- બંધન માં રહેવું તેમની મજબૂરી છે. આમ બન્ને પક્ષો ના મોવડી મંડળ ના આદેશ થી સ્થાનિક નેતાગિરી અમદાવાદ ખાતે બેઠકો ની ફાળવણી માટે મળી હતી. આ બેઠક માં નક્કી થયા મુજબ કોંગ્રેસે એનસીપી ને ત્રણ બેઠકો -નરોડા, દેવગઢ બારિયા અને ઉમરેઠ બેઠકો આપી હતી. જો કે આ સમજૂતિ માં એનસીપી ના વિધાયક અને કદાવર બાહ- બલી નેતા કાંધલ જાડેજા ની કુતિયાણા બેઠક એનસીપી માં નહીં પરંતુ કોંગ્રેસ ના ફાળે ગઈ હતી.

વાસ્તવ માં એનસીપી ના સ્થાનિક જનતા ના સમર્થન વગર ના પંરતુ મોવડીમંડળ ના આશીર્વાદ થી પ્રદેશપ્રમુખપદે રહેલા બોસ્કી એ કાંધલ ને કદ પ્રમાણે વેતરી નાંખવા કુતિયાણા બેઠક છોડી હોવા નું ચર્ચાય છે. કારણ કે કાંધલ એ આ અગાઉ ૨૦૧૭ માં રાજ્યસભા ની ચૂંટણી માં એનસીપી નું કોંગ્રેસ સાથે ગઠબંધન હોવા છતા અહેમદ પટેલ ને નહીં ભાજપા ના ઉમેદવાર ને મત આપ્યો હતો. જ્યારે ગત જુલદ્ધી માં પણ એનસીપી નેતા રાષ્ટ- ક પતિપદ ની ચૂંટણી માં| ભાજપા વિરુધ્ધ વિપક્ષો ના સંયુક્ત ઉમેદવાર માટે વિપક્ષો ને એકત્રિત કરવા ની કવાયત કરતા રહ્યા જ્યારે કાંધલે પાર્ટીલાઈન વિરુધ્ધ ભાજપા ના સમર્થનવાળા દ્રૌપદી મુર્મુ ને જ મત આપ્યો હતો. આમ પક્ષ ના આદેશ ને ઘોળી ને પી જનારા અને મનમાની કરતા કાંધલ જાડેજા ની ટાઢા પાણી એ ખસ કાઢવા જ એનસીપી એ ગઠબંધન માં કાંધલ ની કુતિયાણા બેઠક છોડી હોવા નું ચર્ચાય છે.

જો કે કુતિયાણા-રાણાવાવ માં એનસીપી ના ચૂંટણી ચિહ્ન ઘડીયાળ કરતા પોરબંદર માં જેની એક સમયે હાક વાગતી હતી તેવા સરમણ જાડેજા અને સંતોકબેન જાડેજા ના સુપુત્ર કાંધલ જાડેજા નો સમય વધારે બળવાન છે. કાંધલ – કે જેઓ ૨૦૧ ૨ થી કુતિયાણા બેઠક જીતતા આવ્યા છે તેમણે પ્રદેશપ્રમુખ બોસ્કી ને એનસીપી ના તમામ હોદ્દાઓ ઉપર થી રાજીનામુ આપતો પત્ર મોકલાવી દીધો છે. કાંધલ જાડેજા એ કુતિયાણા બેઠક ઉપર થી અખક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.