ભારત-કેનેડા વચ્ચે અમર્યાદિત ફ્લાઈટ્સ

ઈન્ડોનેશિયા માં મળેલી જી-૨૦ દેશો ની સમિટ અગાઉ જ કેનેડા ના વડાપ્રધાને ભારત-કેનેડા વચ્ચે ની ફ્લાઈટ્સ ની મર્યાદા દૂર કરતા અમર્યાદિત ફ્લાઈટ્સ ની મંજુરી આપી છે. કેનેડા અને ભારત બન્નેદેશો વચ્ચે અમર્યાદિત ફ્લાઈટ્સ ને મંજુરી આપવા માટે એક મહત્વ ના કરાર ઉપર હસ્ત- [ક્ષર કર્યા હતા. જી-૨૦ સમિટ અગાઉ ના બિઝનેશ-૨૦ ઈવેન્ટ માં વડાપ્રધાન જસ્ટિન ટુડો એ કહ્યું હતું કે ઉત્તર અમેરિકા નો આ દેશ ઈન્ડો-પેસિક્િક ક્ષેત્ર માં તેના આર્થિક અને વ્યાપાર સંબંધો ને વધુ પ્રગાઢ બનાવવા માગે છે. બન્ને દેશો વચ્ચે સરળ અવરજવર અને વ્યાપાર સુનિશ્ચિત કરવા ની અમારી પ્રાથમિકતા છે. તેના થી રોકાણ ને જરુર થી પ્રોત્સાહન મળશે અને અમે કેનેડા અને ભારત વચ્ચે ના કરાર ની જાહેરાત કરીએ છીએ.
કેનેડા ઈન્ડો પેસિકિક ક્ષેત્ર માં મોટું રોકાણ કરી રહ્યું છે જે લાંબાગાળે પોતાના જોડાણ ને વધુ મજબૂત બનાવશે. અમે દક્ષિણ પૂર્વ એશિયા માં નવા કેનેડીયન બિઝનેશ ગેટવે માં રોકાણ કરી રહ્યા છીયે. આ કરાર થી કેનેડા ની એરલાઈન્સ દિલ્હી, કોલકત્તા, હૈદાબાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ અને મુંબઈ ના કોઈ પણ એરપોરટ ઉપર ઉતરાણ કરી શકશે. અને ભારત્ઊીય એરલાઈન્સ પણ ટોરોન્ટો, વાનફુંવર, માન્ટ્યલ અન” ઓડમન્ટના ઉપ।1૨ સરળતા થી ઉતરાણ કરી શકશે.
કેનેડા ના ટ્રાન્સપોર્ટ એગ્રિમેન્ટ ના કારણે બન્ને દેશો હવાઈ પરિવહન સંબંધો માટે સકારાત્મક વિકાસ થશે તેમ જ લોકો ની તથા માલસામાન પરિવહન ને ઝડપી તથા સરળ બનાવી ને કેનેડા-ભારત વચ્ચે વ્યાપાર રોકાણ વધારે ગતિશીલ તેમ જ સરળ બનશે. આ રીતે વ્યવસાય વધવા ના કારણે બન્ને દેશ વચ્ચે ના દ્વિપક્ષીય સંબંધો વધારે સુદઢ બનશે. હાલ માં ભારત કેનેડા નું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન બજાર છે. આ નવો કરાર કેનેડા ની બ્લ્યુ સ્કાય નીયમના અંતર્ગત થયો છે.