મોદી નો જી-૨૦ માં જલવો
વડાપ્રધાન મોદી જી-૨૦ બેઠક માં ભાગ લેવા ઈન્ડોનેશિયા ના બાલી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું. તદુપરાંત ઈન્ડોનેશિયા/બાલી માં વસતા ભારતીય મૂળ ના સમુદાય દ્વારા પણ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરાયુ હતું.
વડાપ્રદાન મોદી જયારે જી-૨૦ સમિટ માં પહોંચ્યા ત્યારે પણ તેમને ગ્રાન્ડ વેલકમ અપાયા બાદ જ્યારે તેઓ પોતાની બેઠક નજીક પહોંચ્યા ત્યારે પણ વિશ્વ ના સૌથી શક્તિશાળી અને એક મહાસત્તા ના રાષ્ટ્રપતિ તેમને મળવા તેમની પાછળ લગભગ દોડતા પહોંચી ને કોઈ મિત્ર ને મળતા હોય તેમ ખભે હાથ રાખી ને ધ્યાનાકર્ષિત કરવા ઉપરાંત હસ્તધૂનન કરતા સમયે પણ એક હાથ મોદી ની પીઠ પાછળ પસરાવતા કોઈ બે રાષ્ટ્રાધ્યક્ષો નહીં પરંતુ જાણે કોઈ બે મિત્રો મળી રહ્યા હોય તેવું દૃશ્ય ખડુ થતું હતું.
આ ઉપરાંત જ્યારે જી-૨૦ ના ૨૦ દેશો ના રાષ્ટ્રાધ્યક્ષો મેગ્રોવ ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવા પહોંચ્યા ત્યારે પણ રિસેપ્શન એરિયા માં જ્યારે મોદી ખુરશી માં બેસી ને અન્ય સમકક્ષો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પણ ત્યાં પહોંચેલા બાયડન એ દૂર થી જ મોદી ઉપર નજર પડતા તેમને સેલ્યુટ કરવા ની મુદ્રા માં અભિવાદન કર્યું ત્યારે મોદી એ પણ સામે સકારાત્મક રીતે એક હાથ ઉંચો કરી ને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

આમ મોદી-બાયડન ની મિત્રતા નું આખુ વિશ્વ સાક્ષી બન્યું હતું. ભારત ના વડાપ્રધાન મોદી ના કાર્યકાળ માં જો બાય- ડન અમેરિકા ના ત્રીજા રાષ્ટ્રપતિ છે જેમની સાથે મોદી ને મિત્રતા ના સંબંધો હોય. આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તો મોદી સાથે ની મૈત્રી ના કારણે ભારત ની મુલાકાત લઈ પ્રજાસત્તાક દિન ની પરેડ ના મુખ્ય અતિથિ પણ બન્યા હતા. ત્યાર બાદ ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ મોદી સાથે ના મૈત્રીપૂર્ણ સંબંધો ના કારણે જ ભારત ની મુલાકાત કરી હતી.
આ ઉપરાંત જી-૨૦ સમિટ માં વડાપ્રધાન મોદી એ ચીન ના રાષ્ટ- પતિ શી જિનપિંગ તેમ જ ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોં સાથે પણ ઉષ્માસભર મુલા- કાતો કરી હતી. મોદી એ પોતાના સંબોધન માં પણ રશિયા યુક્રેન યુધ્ધ, વૈશ્વિક ઉર્જા કટોકટી, પર્યાવરણ અને આપસી સહયોગ થી વિકાસ અને પ્રગતિ જેવા મુદ્દાઓ ઉપર પ્રભાવક સંબોધન કર્યું હતું.