ગુજરાત ના અબજોપતિ ઉમેદવારો

ગુજરાત ના રાજકારણ માં હવે ધીરે ધીરે માલેતુજારો અને ધનપતિઓ પણ ચૂંટણી મેદાન માં ઝૂકાવતા જાય છે. આ વખત ની ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં સૌથી શ્રીમંત ઉ મ` દવા ૨ ની ભાજપા માણસા બેઠક ના શ્રી જયંતિભાઈ પટેલ છે જેમણે ચૂંટણી પંચને આપેલી માહિતી પ્રમાણે તેમની પાસે ૬૬૧.૨૯ કરોડ ની સંપત્તિ છે. જયંતિ પટેલ હાલ ની વિધાનસભા ની ચૂંટણી ના નહીં, પરંતુ ૨૦૧૭ અને ૨૦૨૨ના તમામ પાર્ટીના સઘળા ઉમેદવારો માં પણ સૌથી ધનિક ઉમેદવાર છે. તેમના પિતા સોમાભાઈ પટેલ માણસા તાલુકા ના અજોલ ગામ ના ખેડૂત હતા. આ ખેડૂતપુત્ર એ ૧૦૦ રૂા.

માં શ્રોફ ની દુકાને નામુ લખવા ની કારકિર્દી ની શરુઆત કર્યા બાદ લોખંડ નો વ્યાપાર કર્યો. મીલો ના ડિમોલિશન ના કામકાજ કર્યા, મશીનરીઓ પણ વેચી. આખરે ત્રણ દાયકા અગાઉ રિયલ એસ્ટેટ ના ધંધા માં આવ્યા. ઘણી સ્કીમો બનાવી ને કરોડપતિ અને આગળ વધતા અબજોપતિ થયા. ૬૩ વર્ષીય જયંતિભાઈ અને તેમનો

પુત્ર પંકજ રિયલ એસ્ટેટ નું કામ સંભાળે છે. હાલ ના ભાજપા કાર્યાલય કમલમ નો પ્લોટ પણ તેમણે જ વેચ્યો હતો. જ્યારે કમલમ ને અડી ને જ તેમનું ભવ્ય ફાર્મહાઉસ છે તેમાં તેઓ રહે છે. તેમને સંત- ાનો માં પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. તેઓ છેક જનસંઘ ના સમય થી જ ભાજપા સાથે જોડાયેલા છે. જયંતિભાઈ પટેલ બાદ બીજા નંબર ના સૌથી શ્રીમંત ઉમેદવાર પણ ભાજપા ના જ છે. ભારતીય જનતા પાર્ટી ના સિધ્ધપુર ના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત તેમની ૪૪૭ કરોડ રૂા.ની સંપત્તિ સાથે બીજા નંબરે પહોંચ્યા છે. જ્યારે ત્રીજા નંબરે પણ ભાજપા ના જ ઉમેદવાર છે. ભાજપા ના દ્વારિકા સીટ ના જેમની સંપત્તિ ઉમેદવાર પબુભા માણેક છે. ૧૭૮.૫૮ કરોડ રૂા. છે.

જ્યારે અમીર ઉમેદવારો ની યાદી માં ચોથા ક્રમાંકે રાજ- કોટ પૂર્વ ના કોંગ્રેસ ના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ છે જેમની સંપત્તિ ૧૫૯.૮૪ કરોડ રૂા. છે. જ્યારે પાંચમા ક્રમાંકે શાળા નો અભ્યાસ પણ પૂર્ણ ના કરી શકનાર ભાજપા ના ઉમેદવાર રમેશ ટિલાળા નો નંબર આવે છે.

Leave a Reply

Your email address will not be published.