ગ્વાદર માં હલ્લાબોલ
પાકિસ્તાન ની આર્થિક હાલત ડામાડોળ છે. નાદારી ની કગાર ઉપર પહ- ોંચેલા આ રાષ્ટ્ર માટે વિદેશી સહાય જ માત્ર આશા છે. જે તેની સીપેક ના કારણે ચીન પાસે થી વખતો વખત મળી રહી છે. જો કે સીપેક ના મહત્વ ના બંદર ગ્વાદર ઉપર છેલ્લા ત્રણ અઠવાડીયા થી ચાલતા વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ બલૂચ સંગઠનો એ સીપેક ને તત્કાળ બંધ કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. પાકિસ્તાન ની હાલત એવી છે કે તે ચીનને નારાજ કરી શકે તેમ નથી. પોતાના આર્થિક દેવા ચૂકવવા તેમ જ દેશ ચલાવવા માટે પણ અવારનવાર ચીન પાસે જ ભીખ માંગવી પડે છે.
ચીન પાસે થી પૈસા તેમને ચીન માટે અતિ મહત્વ ના એવા ચીન પાકિ- સ્તાન ઈકોનોમિક કોરિડોર ના કારણે જ મળે છે. જો કે ખંધુ રાષ્ટ્ર ચીન આના બદલા માં પાકિસ્તાન ના ખનીજો, દરિયાઈ સંપત્તિ તેમ જ દેશ ના અમુક મહત્વ ના પ્રદેશો ઉપર પણ પોતાનો કબ્જો કરી ને પોતાની રીતે શાસન ચલાવી રહ્યું છે. ચીન નો માલ રોડ રસ્તે ગ્વાદર બંદરે લાવી ત્યાં થી યુરોપ ના બજારો માં ઠાલવવા માટે સીપેક અને ગ્વાદર બંદર નો વિકાસ તે ચીન ની પ્રાથમિક જરુરિયાતો છે. જો કે બલુચિસ્તાન ના આ બંદર ગ્વાદર

ખાતે ચીની સૈનિકો ની દાદાગીરી એ માઝા મુકી છે. ગ્વાદર શહેર માં ઠેર ઠેર નાકાબ- ંધી કરી ને પાકિસ્તાની જનતા ને પોતાના ઓળખપત્રો બતાવ્યા પછી જ આગળ જવા દેવાય છે જેના કારણે ગ્વાદર ના રહીશો ને પોતાના દેશ માં જ ગુલામો જેવો વ્યવહાર ખૂંચે છે. આ ઉપરાંત આ પ્રદેશ ના લોકો ની આજીવિકા નું મુખ્ય સાધન માછીમારી છે. જો કે હવે અહીં પણ ચીન ના ટ્રોલરો એ સમુદ્ર ઉપર કબ્જો જમાવી દેતા ગ્વાદર ના રહીશો મુંઝાયા છે. પોતાની આજીવિકા નું સાધન અને બાળકો નું ભવિષ્ય પણ જોખમાતા પ્રથમવાર વિરોધ પ્રદર્શનો માં બાળકો અને મહિલાઓ પણ જોડાયેલી હતી. છેલ્લા ત્રણ અઠવાડીયા થી સતત વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિક બલુચી સંગઠનો ઉપર કહેર વર્તાવવા શાહબાઝ સરકારે પંજાબ અને અન્ય પ્રાંતો માં થી વધારા નું પોલિસ ફોર્સ મંગાવ્યું છે.
જ્યારે જમાત-એ-ઈસ્લામી ના સુપ્રિમો રહેમાન બલુચ એ અલ્ટિમેટમ આપ્યું છે કે રવિવાર થી બલુચિસ્તાન માં ગ્વાદર પ્રોજેક્ટ બંધ કરો અને તેઓ ગ્વાદર એક્સપ્રેસ હાઈવે ઉપર ચક્કાજામ કરી દેશે. આમ ગ્વાદર માં સ્થિતિ વિસ્ફોટક બની ચૂકી છે.