બાજવા ની અખૂટ સંપત્તિ
પાકિસ્તાન આજે આર્થિક કંગાળી ના કારણે નાદારી ના આરે આવી ને ઉભેલો દેશ છે, પરંતુ તેના તમામ ભૂતપૂર્વ શાસકો તેમ જ આર્મી ચીફ કરોડો અબજો ના આસામી બની ચૂક્યા છે. આ યાદી માં થી આ ચાલુ માસે જ સેવા નિવૃત્ત થનારા આર્મી ચીફ કમર બાજવા પણ બાકાત નથી. પાકિસ્તાન માં વડાપ્રધાન કે આર્મી ચીફ બનનારા પાસે જાણે કે અલ્લાઉદ્દીન નો જાદુઈ ચિરાગ હાથ માં આવી જાય છે. ૨૯ મી નવેમ્બરે સેવાનિવૃત્ત થતા લશ્કરી વડા કમર બાજવા પાસે અબજો રૂા.ની અખટ સંપત્તિ જમા થઈ ગઈ છે. માત્ર છ જ વર્ષ માં ન માત્ર કમર બાજવા પરંતુ તેમના પરિવાર ના સમગ્ર લોકો અબજોપતિ બની ગયા છે.
માત્ર પાછલા છ વર્ષો માં જ કમર બાજવા ના સંબંધીઓ અને નજીક ના મિત્રો એ ઈસ્લામાબાદ માં જ અનેક ફાર્મહાઉસ બન- વ્યા છે. આ ઉપરાંત લાહોર, કરાંચી સહિત ના પાકિસ્તાન ના મોટા શહેરો માં કોમર્શિયલ પ્લાઝા તેમ જ આંતરરાષ્ટ્રીય બિઝનેશ પણ શરુ કરી દીધા છે. આ ઉપરાંત વિદેશો માં પ્રોપર્ટી પણ ખરીદી છે. જેની કિંમત ૧૨.૩ અબજ ડોલર થી પણ અધિક છે. આ પ્રોપર્ટી બાજવા ની પત્ની આયેશા અમજદ, પુત્રવધુ મહનુર સાબિર અને પરિવાર ના અન્ય નજીક ના લોકો ના નામે કરવા માં આવી છે. બાજવા ની પત્ની આયેશા અમજદ ના નામે ૨૦૧૫ માં કોઈ જ પ્રોપર્ટી કે પૈસા ન હતા.
૨૦૧૬ માં કમર બાજવા આર્મી ચીફ બનતા એક જ વર્ષ માં ૮ નવી મિલ્કતો ખરીદાઈ હતી. ૨૦૧૫ ની તેમની શૂન્ય આવક ૨૦૧૬ માં વધી ને ૨.૨ અબજ થઈ ગઈ હતી. તે જ રીતે કમર બાજવા ની પુત્રવધુ ને પણ ૨૦૧૮ માં લગ્ન ના માત્ર એક જ અઠવાડીયા માં તેની અસ્ક્યામતો શૂન્ય થી માંડી ને એક અબજ થઈ ગઈ હતી. કમર બાજવા ની સંપત્તિ ની વિશેષ બાબત એવી છે કે તેમની તમામ સંપત્તિ તેઓ પાકિ- સ્તાન ના લશ્કરી વડા બન્યા બાદ જ બની છે. બાજવા ઉપરાંત તેમની પત્ની, પુત્રવધુ, ભાભી તેમ જ અન્ય નજીક ના સંબંધીઓ પાસે અબજો રૂા.ની સંપત્તિ છે.

૨૦૧૫ થી ૨૦૨૧ સુધી માં કમર બાજવા ના પત્ની ની આવક પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કરતા ૨૫ ગણી વધારે છે. જેમાં મોંઘા બંગલાઓ, ફ્લેટ, પ્લોટ, વાહનો અને રોકડા સહિત ૨૫૦ કરોડથી અધિક ઉપરની છે. કમ ૨ બાજવા ના પુત્ર સાબિર હમિદ એ વર્ષ ૨૦૧૩ ના રિટર્ન માં પોત- ાની મિલ્કત ૧૦ લાખ થી ઓછા ની ગણાવી હતી. આજે પરંતુ તેમની ગણના અબજોપતિ માં થાય છે. પાકિસ્તાની પત્ર- કાર અહેમદ નૂરાની એ બાજવા ની નિવૃ ત્તિ ના માત્ર ૮ દિવસ અગાઉ રવિવારે ફેક્ટ ફોકસ માં છપાયેલા અહેવાલ માં આ માહિતી જાહેર કરી હતી. પાકિસ્ત- ાન માં આવુ પ્રથમવાર બન્યુ છે કે જ્યારે કોઈ વરિષ્ઠ સેના અધિકારી ની સંપત્તિ ની વિગતો લીક થઈ હોય કે તેની સામે સવાલો ઉભા થયા હોય.
અત્યાર સુધી મિડીયા અને સરકાર દેશ માં સૌથી શક્તિશાળી સેના સામે કંઈપણ બોલવા નું કે પગલા લેવા નું ટાળતા હતા. જો કે સત્તા થી દૂર થયા બાદ ઈમરાન ખાને ખુલ્લેઆમ શાહબાઝ સરકાર અને સેના સામે રોજ નીતનવા આરોપો લગાવતા હવે થોડો બદલાવ આવ્યો છે. ઈમરાન ના સમર્થકો નું સ્પષ્ટપણે માનવું છે કે ઈમરાન ને સત્તા ઉપર થી દૂર કરવા માં લશ્કરી વડા કમર બાજવા નો જ હાથ છે. પાકિસ્તાન માટે હંમેશા એમ કહેવાય છે કે વિશ્વ ના લગભગ તમામ દેશો પાસે પોતાનું એક લશ્કર હોય છે, પાકિસ્તાન એક માત્ર દેશ આખા વિશ્વ માં એવો છે કે જ્યાં લશ્કર ની પાસે એક દેશ છે.
આથી જ આઝાદી ના ૭૫ વર્ષો માં થી અધિકાંશ સમય દેશ ઉપર મિલિટરી શાસન, સરમુખત્યાર શાહી લશ્કરી જનરલો ની જ રહી છે અને જે થોડા ઘણા વર્ષો પણ ચૂંટ- યેલી સરકાર શાસન માં આવી છે તે પણ જ્યાં સુધી તેમની ઉપર લશ્કર ની રહેમ નજર રહી ત્યાં સુધી જ શાસન કરી શકી છે અન્યથા યેનકેન પ્રકારે ચૂંટાયેલી સરકારો ને પણ ઘરભેગી કરી દેવાઈ છે. આજ સુધી માં પાકિસ્તાન માં કોઈ પણ ચૂંટાયેલો શાસક પોતાના શાસન ના પાંચ વર્ષ પુરા કરી શક્યો નથી. હાલ માં પણ સરકારે અહેવાલ જાહેર થયા બાદ બાજવા ની સંપત્તિ અંગે તપાસ શરુ કરવા ના બદલે અહેવાલ લખનાર પત્ર- કાર અને પ્રકાશિત કરનાર વેબસાઈટ સામે તપાસ શરુ કરી દીધી છે. પત્રકાર અહેમદ નૂરાની ના જાન ને જોખમ છે.