ભારત પીઓકે લેવા તૈયાર

અગાઉ ભારત ના રક્ષામંત્રી બાદ હવે ભારત ના ઉત્તરી સેના ના કમાન્ડર-ઈન-ચીફ ના નિવેદન થી પાકિ- સ્તાન માં ફફડાટ વ્યાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે પીઓકે લેવા માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ, માત્ર સરકાર ના એક ઈશારા ઉપર આ કામ પુરુ કરી દેવાશે. આ અગાઉ ત્રીજી નવેમ્બરે રક્ષામંત્રી હિમાચલ પ્રદેશ ના – કાંગરા માં જ્યારે ચૂંટણી પ્રચાર રેલી ને સંબ- ોધી રહ્યા હતા ત્યારે લોકો એ હવે પીઓકે પણ ભારત માં જોઈએ તે મતલબ ના નારા લગાવ્યા હતા ત્યારે રાજનાથ સિંહે સૌ ને ધીરજ રાખો ની સલાહ આપી હતી. જો કે આ મુદ્દો ફરી ચર્ચા માં ત્યારે આવ્યો જ્યારે નોર્ધન કમાન્ડ ના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એ મંગળવારે પીઓકે ઉપર મોટુ બયાન આપતા જણાવ્યું હતું કે ભારત સરકાર જ્યારે આદેશ આપશે, સેના પીઓકે ઉપર કાર્યવાહી કરવા તૈયાર છે. જ્યારે પણ સરકાર આદેશ આપશે, સેના સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધવા તૈયાર છે. ભારત માં ઘુસણખોરી કરવા માટે લગભગ ૧૬૦ આતંકવાદીઓ લોન્ચપેડ ઉપર હાજર છે. જો કે અમે તેમની યોજના ને સફળ થવા

દઈશું નહીં. ૧૬૦ આતંકવાદીઓ પૈકી ૧૩૦ આતંકીઓ પીર પંજાલ ની ઉત્તર માં અને ૩૦ પીર પંજાલ ની દક્ષિણ માં હાજર છે. સમગ્ર અંતરીયાળ વિસ્તાર માં કુલ ૮૨ પાકિસ્તાની આતંકવાદીઓ અને ૫૩ સ્થાનિક આતંકીઓ છુપાયા છે. આતંકીઓ ઉપરાંત પાકિસ્તાન સતત ડ્રગ્સ મોકલવા ની કોશિષ કરી રહ્યું છે. આતંકીઓ પૈકી ૩૫ ટકા યુવાનો ૨૦ વર્ષ થી ઓછી ઉંમર ના છે. જ્યારે ૫૫ ટકા યુવાઓ ૨૦ થી ૩૫ વર્ષ ની વયજૂથ ના છે. પીઓકે ભારત નો તે અવિભાજ્ય ભાગ છે જેની ઉપર પાકિસ્તાને ૧૯૪૭ માં આઝાદી બાદ આદિવાસી બળવાખોરો ની મદદ થી કબ્જો જમાવ્યો છે.

જે ભાગ ભારત પરત મેળવવા માંગે છે. ભારત ના આધિપત્ય હેઠળના કાશ્મિર માં કલમ ૩૭૦ ના હટ્યા બાદ શાંતિ છે. જ્યારે પીઓકે માં ગિલગીટ-બાહ્તિસ્તાન એમ બે ભાગ માં પીઓકે ને વહેંચ્યા ઉપરાંત પાકિ- સ્તાન સરકાર પીઓકે સાથે અન્યાય કરવા ઉપરાંત પાકિસ્તાની સેના પીઓકે ના લોકો ને અપાર યાતના આપી રહી છે. આથી ત્યાં પણ સ્વતંત્ર્ય થવા ની લડત શરુ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.