ભારત માં અમેરિકી રાજદૂત જ નથી

આંતરરાષ્ટ્રીય રાજકારણ માં વધતા જતા ભારત ના પ્રભાવ અને વડાપ્રધાન મોદી ની વૈશ્વિક નેતા સ્વરુપે ઉભરતી તસ્વીર ની અમેરિકા ને પણ સુપેરે જાણ છે, પરંતુ એક વાસ્તવિકતા થી ભારત ખાતે એ પણ છે કે પાછલા બે વર્ષો ની અમેરિકન એમ્બેસી કોઈ પણ સત્તાવાર રાજદૂત વગર જ કાર્ય કરી રહી છે. કોઈ પણ બે દેશો વચ્ચે ના પારસ્પરીક સાતા ધા સુધારવા તથા બે દેશો વચ્ચે વ્યાપાર, સાંસ્કૃ તિક આદાન પ્રદાન તેમ જ સુરક્ષા અને સલામતી ક્ષેત્રે વ્યુહાત્મક ભાગિદારી જેવા વિવિધ વ્યવહારો કેળવવા માં આવા રાજદૂતો જ મહત્વ ની કામગિરી બજાવતા હોય છે.

પરંતુ પાટનગરી નવી દિલ્હી ની ભારત સ્થિત અમેરિકન એલચી કચેરી ખાતે કોઈ કાયમી રાજદૂત જ નથી. અમેરિકા ભારત નું સૌથી મોટુ વ્યવસાયિક ભાગીદાર અને શસ્ત્રો નો સપ્લાયર દેશ છે. ભારત થી નાના અને ઓછા મહત્વ ના એવા શ્રીલંકા, પાકિ- સ્તાન, દ.આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન

જેવા દેશો માં પણ અમેરિકી કાયમી રાજદૂત ઉપસ્થિત છે. જ્યારે ભારત માં અમેરિકા નો કાયમી રાજદૂત ના હોવુ બન્ને દેશો વચ્ચે ની પોલિસી ની પ્રગતિ માં બાધા રુપ બને છે. આમ અમેરિકન રાજદૂત ની લાંબા સમય થી ભારતમાં ગેરહાજરી ને અમેરિકા ની એક મોટી બેદ૨- કારી માનવા માં આવે છે. એક તરફ એશિયાઈ દ્વીપ માં અને ખાસ સાઉથ ચાઈના સી માં ચીન કબ્જો જમાવવા નિકળ્યું છે તેને અવરોધવા ભારત-અમેરિકા અને અન્ય દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા અને જર્મની સંયુક્ત તૈયારી કરી રહ્યા છે. આ સઘળા દેશો વચ્ચે મજબૂદ સંરક્ષણ અને વ્યુહાત્મક ભાગીદારી ની જરુર છે.

જો કે ગત વર્ષે જ અમેરિકા ના પ્રેસિડેન્ટ જો બાયડન એ લોસ એન્જેલસ ના મેયર એરિક ગાર્સે ટી ની દિલ્હી ખાતે રાજદૂત તરીકે નિમણૂંક કરી હતી. તેઓ દિલ્હી અને ઉર્દુ ભાષા પણ સારી રીતે જાણે છે. જો કે રિપબ્લિકન પાર્ટી ના બે સાંસદો એ તેની ઉપર પ્રતિબંદ લગાવતા નિમણુંક અટકી પડી છે.

Leave a Reply

Your email address will not be published.