યુક્રેન બન્યું ખંડેર
રશિયા યુક્રેન યુધ્ધ ને લગભગ નવ માસ પુરા થવા આવ્યા છે. મહાશક્તિશાળી રશિયા સામે બાથ ભીડી રહેલા યુક્રેન ના મોટાભાગ ના પ્રમુખ શહેરો ખંડેર માં પરિવર્તિત થઈ ગયા છે. લગભગ ૩૦ લાખ દેશવાસીઓ કરી હિજરત ચૂક્યા છે. જો કે યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલે- સ્કી દેશ ની આટલી તબાહી બાદ પણ હજુ વાટાઘાટો માટે તૈયાર નથી. રશિયા-યુક્રેન યુધ્ધ ના ૨૭૦ દિવસો માં રશિયા એ યુક્રેન ઉપર આ સમયગાળામાં ૪૭૦૦થી અધિક મિસાઈલો છોડી છે. જેના કારણે યુક્રેન ના મોટાભાગ ના શહેરો ખંડેર માં પરિવર્તિત થઈ ચુક્યા છે. યુક્રેન માં યુધ્ધ ના ઓથાર હેઠળ આજ સુધી માં ૩૦ લાખ લોકો યુક્રેન છોડવા મજબૂર બન્યા છે. તેઓ પોતાની અને પોતાના પરિવાર ની રક્ષા કાજે દેશ છોડવા મજબૂર બ્યા છે.
રશિયા માત્ર એટલું ચાહતુ હતુ કે યુક્રેન નાટો નો સભ્ય દેશ ના બને. કારણ કે યુક્રેન નાટો નું સભ્ય દેશ બને તો નાટો ના દેશો અને ખાસ કરી ને અમેરિકા ને છેક રશિયા ની સરહદ સુધી પોતાના સૈન્ય અને શસ્રો ને ગોઠવવા ની તક મળી જાય.

ત્રણ વર્ષ થી પ્રયત્ન કરી રહેલા ઝેલેન્સ્કી રશિયા ની વાત પણ સાંભળવા તૈયાર ન હતા. અમે એક સ્વતંત્ર દેશ છીએ અને અમારે કોની સાથે જોડાવું તે અમારી અંગત બાબત છે તેમ જણાવી ને પોતાની જીદ ઉપર અડી ગયા. આજે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ની વાહિયાત જીદ ના કારણે જ આખો દેશ તબાહ થઈ ગયો છે. રશિયા સામે લડવા ની કોઈ તાકાત ના હોવા છતા મુત્સદી અમેરિકા એ હરીફ દેશ રશિયા ની પ્રગતિ અટકાવવા ઝેલેન્સ્કીને બલિ નો બકરો બનાવ્યો છે. જે અમેરિકા સહિત નાટો ના દેશો પાસે થી ઉધારી માં હથિયારો ખરીદી એવું યુધ્ધ લડી રહ્યા છે જેમાં જીત ની કોઈ સંભાવના નથી.
ઉલ્ટા નું યુધ્ધ ની ખાનાખરાબી માં થી દેશ ને બેઠો કરવા અને શસ્ત્ર સરંજામ ના પૈસા અને તેનું વ્યાજ ચૂકવવા માં યુક્રેન ને દાયકાઓ વિતી જશે. આમ રાષ્ટ્રપ્રમુખ માં દૂરંદેશિતા ના અભાવે એક પ્રગતિ ના પથ ઉપર આગેકૂચ કરતા રાષ્ટ્ર ને બે-ત્રણ દાયકા પાછળ ધકેલી દીધો છે.