સટ્ટાબજાર માં ભાજપા હોટ ફેવરીટ
ગુજરાત વિધાનસભા ની ૧ લી અને ૫ મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી નો રાજકીય પક્ષો નો જોરશોર થી પ્રચાર ચાલી રહ્યો છે અને લગભગ દરેક પક્ષ જીત નો દાવો કરતા સત્તા મળશે તેવો દાવો કરતા રહે છે. જો કે ૧૮૨ બેઠકો પૈકી ૧૪૦ બેઠકો ભાજપા ને સટ્ટાબજારનુ મળશે તેવું તારણ સટ્ટાબજાર નું છે. ગુજર- ત માં સતત ૨૭ વર્ષો થી શાસન ની ધૂરા સંભાળનાર ભાજપા સત્તા જાળવી રાખવા તો કોંગ્રેસ પોતે સત્તા માં વાપસી કરવા નો તેમ જ ‘આપ’ પોતે જ સરકાર રચશે અને આખુ ગુજરાત તેમની સાથે હોવા નો દાવો કરે છે.
જો કે ન માત્ર ગુજરાત માં પરંતુ આખા ભારત માં ચૂંટણી સમયે હજારો કરોડ રૂા.નો સટ્ટો રમાતો હોવા નું સૌ જાણે જ છે. ભૂતકાળ ના અનેક દાખલાઓ છે જેમાં મોટા મોટા ટીવી સર્વે અને ઓપિનિયન પોલ વાળાઓ ના આંકડાઓ કરતા પણ સટ્ટાબજાર ના આં- કડાઓ વધારે સટીક સાબિત થતા હોય છે. સ્વાભાવિક રીતે જ જે આંકડાઓ ના આધારે હજારો કરોડો રૂા.નો સટ્ટો ખેલાવા નો હોય,

તે આંકડાઓ નો અંદાજો મેળવવા ની તેમની કોઈ પણ અસરકારક, સટીક પધ્ધતિ હોય. જો કે હજુ મંગળવારે સટ્ટાબજાર એ ગુજ૨- એ ાત વિધાનસભા ની ચૂંટણી ના સટ્ટા ના જે આંકડાઓ જાહેર કર્યા છે તે ગુજરાત ના – સરવૈયુ મતદાતાઓની માનસિકતા અને કઈ પેટર્નમાં મતદાન થનાર છે તેની ઉપર પ્રકાશ પાડનારા છે. સટ્ટાબજાર ના તારણો ભાજપા માટે ખુશી આપનારા જ્યારે આમ આદમી પાર્ટી માટે તેમણે જૂઠ ના ફેલાવેલા ફુગ્ગા ની હવા કાઢનારા છે. ચૂંટણી પરિણામો ના રિઝલ્ટ અગાઉ ખોલેલા બેટીંગ માટે ના આંકડા માં ગુજરાત વિધાનસભા ની ૧૮૨ બેઠકો ઉપર ભાજપા ને ૧૪૦ બેઠકો, કોંગ્રેસ ને ૩૫ બેઠ- કો અને આમ આદમી પાર્ટી ને માત્ર ૮ બેઠ- કો મળશે તેવું તારણ કઢાયુ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ વિધાનસભા ની ચૂંટણીઓ માં ભાજપા ને માત્ર ૯૯ સિટો જ્યારે કોંગ્રેસ ને ૭૭ સિટો મળી હતી. આમ આ વખતે ભાજપા ની સિટો માં વધારો ને કોંગ્રેસ માં ઘટાડો જોવા મળશે.