સાઉદી પ્રિંસ ને છૂટ
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં આ વખતે માત્ર ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ના રહેતા શરુઆત માં આપ ની એન્ટ્રી થી જે ત્રિકોણીયો જંગ લડાશે તેમ લાગતું હતું. જો કે હવે ઓવૈસી ની પણ એન્ટ્રી થતા ચતુષ્કોણીય જંગ ના મંડાણ થઈ ચૂક્યા છે. અસદુદ્દીન ઓવૈસી એ પોતાની પાર્ટી એઆઈએમઆઈએમ ના ૧૫ ઉમેદવારો ને ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ઉતારતા જ હડકંપ વ્યાપી ગયો હતો. જો કે ફોર્મ ભરવા ની તારીખ વિત્યા બાદ એઆઈએમઆઈએમ પાર્ટી ના બાપુનગર બેઠક ના ઉમેદવાર શાહનવાઝ પઠાણે પોત- નું ઉમેદવારી પત્રક પાછુ ખેંચતા હવે ૧૪ ઉમેદવારો મેદાન માં છે.

જો કે આ અગાઉ ગુજરાત ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં ઓવૈસી ની પાર્ટી ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પ્રવેશ બાદ થી જ અંદાજો હતો કે તેઓ ૨૦૨૨ વિધાનસભા ની ચૂંટણી માં કોઈ નવાજૂની જરૂ૨ થી કરશે. આખરે તેમના ૧૪ ઉમેદવારો હવે ચૂંટણી જંગ ના મેદાન માં ઉતરી ચૂક્યા છે. એઆઈએમઆઈએમ એ જે ૧૪ ઉમેદવારો ને ચૂંટણી જંગ માં ઉતાર્યા છે તે પૈકી ૧૨ મુસ્લિમ ઉમેદવારો અને ૨ હિન્દુ ને ટિકીટ આપી છે. આ ૧૪ બેઠકો પૈકી હાલ માં ૮ બેઠકો કોંગ્રેસ પાસે જ્યારે છ બેઠ- કો ભાજપા પાસે છે.
એઆઈએમઆઈએમ ની નજર રાજ્ય ની ૧૦ ટકા મુસ્લિમ અને ૮ ટકા દલિત વસ્તી ઉપર છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે રાજ્ય વિધાન- |ાભા ની ચૂંટ- ણીઓ માં એઆઈએમઆઈએમની એન્ટ્રી થી સૌથી વધારે નુક્સાન કોને થશે ? તેની એન્ટ્રી થી વધતે ઓછે અંશે ભાજપા આપ અને કોંગ્રેસ ત્રણેય પ્રભાવિત થશે જ પરંતુ મુસ્લિમ- દલિતો ના પીઠબળ થી ચૂંટણી લડી રહેલા ઓવૈસી ની પાર્ટી સૌથી વધારે નુક્સાન કોંગ્રેસ ને કરશે. જે પણ મુસ્લિમ-દલિત વિસ્તારો માં ગઈ વખતે ભાજપા-કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર થયા બાદ જે પણ ઉમેદવારો જે તે પક્ષ માં પાંચ હજાર થી ઓછા મત ના માર્જીન થી જીત્યા હશે, હવે આ વખત ની ચૂંટણી માં દલિત-મુસ્લિમ મતો નું ધ્રુવીકરણ થતા કોંગ્રેસ ની વોટબેંક તૂટશે જેનો સીધો ફાયદો ભાજપા ને મળશે.