સાઉદી પ્રિંસ ને છૂટ
અમેરિકા એ ઓચિંતા એક નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે ખશોગી હત્યા કેસ માં સાઉદી અરેબિયા ના વડાપ્રધાન અને પ્રિન્સ એમબીએસ અર્થાત કે મોહમ્મદ બિન સલમાન ને છૂટ આપી છે. અર્થાત કે એમબીએસ સામે હવે આગળ કોઈ કાર્યવાહી નહીં થાય. અમેરિકા માં રાષ્ટ્રપતિ ના સત્તાવાર નિવા- સંસ્થાન વ્હાઈટ હાઉસ ના સત્તાવાર પ્રવક્તા એ પત્રકારો ને જણાવ્યું હતું કે (૧૮ મી નવેમ્બરે) તેમણે ખશોગી હત્યા કેસ મામલે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ને છટ આપી છે અને હવે તેમની સામે આગળ કોઈ કાર્યવાહી કરવા માં નહીં આવે.
જો કે આ નિર્ણય ની અને બાયડન સરકાર ની બહુ ટીકા થઈ હતી. લોકો આ છૂટ માટે અમેરિકા અને સાઉદી ના સંબંધો માં આવેલી ખટાશ ને કારણભૂત માને છે. અમેરિકા માં મિડટર્સ ઈલેક્શન અગાઉ પેટ્રોલ/ગેસ ના ભાવવધારા ના કારણે રોષે ભરાયેલા અમેરિકનો ના રોષ નો ભોગ ચૂંટણી માં ના બનાય એટલે વગર આમંત્રણે બાયડન એ સાઉદી ની મુલાકાત કરી હતી.

તેમણે ક્રાઉન પ્રિન્સ ને મળી ને ઓપેક ની મિટીંગ માં ઉત્પાદન વધારવા નો નિર્ણય લેવા વિનંતી કરી હતી કે જેથી પેટ્રોલ/ગેસ ના યુધ્ધ ના કારણે વધેલા ભાવ ઘટે. જો કે સાઉદી પ્રિન્સે ખશોગી કેસ માં અમેરિકા ના વલણ —– થી ગુસ્સે ભરાઈ ને ઓપેકની મિટીંગ માં અમેરિકા ની વિનંતી થી વિપરીત ક્રૂડ માં ઉત્પાદન માં ઘટાડાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પણ આંતર- ષ્ટ્રિય મંચ ઉપર જેમ કે જી-૨૦ સમિટ અને અન્ય સ્થળઓ એ પણ સાઉદી એ પોતાની અમેરિકા ની છાયારુપ વિદેશનીતિ ત્યાગી ને સ્વતંત્ર વિદેશનીતિ અપનાવી હતી. આ બધા ની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી અને સૌ એ અમેરિકા અને સાઉદી ના સંબંધો માં પડેલી ગાંઠ અનુભવી હતી.
આથી અમેરિકા માં એવી ટીકા થઈ હતી કે અમેરિકા સાઉદી સંબંધો ને પાટે ચડાવવા ક્રાઉન પ્રિન્સ ને છૂટ અપાઈ છે. જો કે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રથમવાર નથી કે કોઈ પણ રાષ્ટ્રાધ્યક્ષ ને કોઈ પ્રકાર ની છૂટ અપાઈ હોય. આ બાબત ને બન્ને દેશો ના સંબંધો સાથે કોઈ લેવાદેવા નથી.