જેટ એરવેઝ સજીવન થશે ?
લાંબા સમય થી બંધ પડેલી એરલાઈન કંપની જેટ એરવેઝ નવા માલિક મળતા સજીવન થવા ની તકો ઉજ્જવળ બની હતી. પરંતુ હવે મળતા સમાચારો પ્રમાણે કંપની એ ૬૦ ટકા કર્મચારીઓ ને વગર પગ- રે ત્રણ માસ રજા ઉપર મોકલી દેતા આ આશા ધૂંધળી દેખાઈ રહી છે. ગ્રાઉન્ડેડ જેટ એરવેઝ એ તેના ૬૦ ટકા કર્મચારીઓ ને પગાર વગર રજા ઉપર ઉતારવા નો અને બાકી ના ૪૦ ટકા કર્મચારીઓના પગાર માં અસ્થ- ાયીરુપે ઘટાડો કરવા નો નિર્ણય કર્યો છે. આના પગલે એરલાઈન ને સજીવન કરવાની યોજના ફરી થી મુશ્કેલી માં મુકાઈ ગયા નું જણાય છે. જો કે કંપની ના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સંજીવ કપૂર ખુદ પોતાના પગાર માં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયા છે.

આ ઉપરાંત પોતાના કર્મચારીઓ ને સાંત્વના આપતા ટિવટ કરી ને જાણકારી આપી હતી કે કોઈ ને પણ નોકરી માં થી કાઢી મુકવા માં આવ્યા નથી. જો કે જેટ એરવેઝ ના નવા માલિકો જાલાન-કાલરોક કોન્સર્ટિયમ ની આ નિર્ણય એવા કસમયે આવ્યો હતો કે જ્યારે એરવેઝ ને પુનર્જીવન ની તૈયારીઓ પૂરજોશ માં ચાલી રહી હતી. જાલાન-કાલરોક કોન્સોર્ટિયમે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ ને સાફ શબ્દો માં જણાવી દીધુ છે કે તેઓ પ્રોવિડન્ડ ફંડ અને ગ્રેજ્યુઈટી લ્હેણા પેટે વધારા ના ૨૫૦ કરોડ રૂા. ચૂકવવા માટે અસમર્થ છે.
આ અગાઉ ટ્રિબ્યુનલે નવા માલિક કોન્સ- ોર્ટિયમ ને એરલાઈન કર્મચારીઓ ને પ્રોવિ- ડન્ડ ફંડ અને ગ્રેજ્યુઈટી ના લેણા ની રકમ ચુકવવા આદેશ આપ્યો હતો. જો કે કોન્સોર્ટિયમે તેની એરવેઝ ને ટેક ઓવર કરવા ની તેની બીડ માં જણાવ્યું હતું કે તે લેણદારો ને રૂા.૪૭૫ કરોડ થી વધુ ચુકવવા માટે જવાબદાર નથી અને તમામ દાવાઓ તે રકમ માં થી જ પતાવટ કરવા ના રહેશે. જાલાન-કાલોક કોન્સોર્ટિયમ ના બોર્ડ મેમ્બર અંકિત જાલાને એક નિવેદન માં જણાવ્યું હતું કે જેટ એરવેઝ ના વર્તમાન કર્મચારીઓ માં ૬૦ ટકા થી વધુ ભૂતપૂર્વ કર્મચારીઓ છે. તેમણે કહ્યું હતું કે જેટ એરવેઝ ના બ્રાન્ડ ના ઉત્પાદન માટે પ્રબળ સંભાવનાઓ છે અને તે માટે નું જાહેર સમર્થન પણ છે. જેટ એરવેઝ ના પુનઃરુત્થાન થી રોજગારી ની વધુ તકો -એરલાઈન ના ભૂતપૂર્વ કર્મચારીઓ ઉપરાંત પણ અન્ય નવા ઘણા લોકો માટે રોજગારી ની તકો ઉભી થશે.