ટ્રુડો અને જગમિત :

પ્રત્યુત્તર માં ટુડો એ જણાવ્યું હતું કે કેનેડા એક લોકતાંત્રિક દેશ છે. અમારે કશું જ છુપાવવા નું હોતુ નથી. અને ભવિષ્ય માં પણ તેઓ કશુ છુપ- વશે નહીં. જો કે આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યિાન શી જિનપિંગ નું વર્તન અને વ્યવહાર કોઈ ને ધમકાવતા સડક છાપ ગુંડા જેવો હતો. બીજી ઘટના માં કેનેડા ની એનડીપી પાર્ટી ના લિડર અને ખાલિસ્તાની સમર્થક મનાતા જગમિત સિંગ ની છે જેઓ હાલ માં જ જર્મની ની મુલા- કાતે ગયા હતા.
આ દરમ્યિાન તેમણે જર્મની ના ચાન્સેલર એલાફ સ્કોલ્ઝ સાથે પણ મુલા- કાત કરવા ઉપરાંત સુરક્ષા અને લોકશાહી ઉપર યોજાયેલી પેનલ ચર્ચા માં પણ ભાગ લીધો હતો. જો કે તેમના માટે એવું કહેવાય છે કે જર્મની મુલાકાતે નો હેતુ માં તેઓ એ જાણવા માંગે છે કે જર્મની ની ૨૦૨૧ ની ફેડરલ ચૂંટણી માં કેવી રીતે સોશ્યિલ ડેમોક્રેટીક પાર્ટી ચૂંટણી માં પાછળ રહેવા છતા વિજયી બની હતી.