ત્રીજી મેચ ટાઈ – સિરીઝ વિજય
ટીમ ઈન્ડિયા એ ન્યુઝીલેન્ડ પ્રવાસે બીજી ટી-૨૦ માં પ્રથમ બેટીંગ કરતા ફટકારેલા ૧૯૨ ૨ન માં સૂર્યા કુમાર ની શાનદાર સદી સાથે અણનમ ૧૧૧૨ન ફટકાર્યા હતા. ન્યુઝીલેન્ડે જીતવા માટે ૧૯૩ રન નો ટાર્ગેટ ચેઝ કરતા ફક્ત ૧૨૬ રન માં જ ઓલઆઉટ થઈ જતા ટીમ ઈન્ડિયા નો ૬૫ ||(T! રને શાનદાર વિજય થયો હતો. દિપક હુડ્ડા એ ચાર વિકેટ જ્યારે સિરાજ- ચહલ ને ૨-૨ વિકેટો મળી હતી. ત્યારબાદ ત્રીજી ટી-૨૦ ન્યુઝીલેન્ડના નેપિયર માં રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડ એ પ્રથમ બેટીંગ કરતા એક તબક્કે ૧૫મી ઓવરમાં ૧૨૯ ૨ને ૨ વિકેટનો સ્કોર હતો.

પરંતુ બાદમાં મોહમ્મદ સિરાજ અને અદિપ સિંગની બોલિંગ સામે કિવી ખેલાડીઓએ ઘૂંટણો ટેકવી દેતા ૧૯.૪ ઓવરોમાં ૧૬૦ રને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અથ- તિ કે ૪.૪ ઓવરોમાં ૩૧ રન ઉમેરતા આઠ વિકેટો ગુમાવી હતી. કિવી તરફથી ડેવોન કોન્વે એ સર્વાધિક ૫૯ જ્યારે ગ્લેન ફિલિપ્સે ૫૪ ૨ન બનાવ્યા હતા. ત્યારબાદ જીતવા માટે ૧૬૧ રનના સ્કોરનો પીછો કરતા ઓપનર ઈશાન કિશન ૧૦૨ને અને રિષભ પંત ૧૧ રને આઉટ થતા સ્કોર ૨૧ ૨ને ૨ વિકેટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર ૧૩ ૨ને અને શ્રેયસ ઐય્યર શૂન્ય રને આઉટ થતા સ્કોર ૬૦ રને ચાર વિકેટ થયો હતો. જો કે ત્યારબાદ કપ્તાન હાર્દિક પંડ્યા અણનમ ૩૦ અને દિપક હુડ્ડા અંગત ૯ ૨ને રમતમાં હતા ત્યારે જ ૯ ઓવરો બાદ મેચને વરસાદનું વિધ્ન નડતા મેચ રોકાઈ હતી. વરસાદ ના અટકતા આખરે આગળની રમત રદ કરાતા ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો થતા મેચને ટાઈમાં પરિણામો આપતા ટીમ ઈન્ડિયાએ ૧-૦ ની સરસાઈ થી સિરીઝ જીતી લીધી હતી. આમ ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે ટી-૨૦ સિરીઝમાં હરાવ્યું હતું.