ફિફા વર્લ્ડકપ કે ઈસ્લામિક પ્રચાર ?

કતાર માં યોજાયેલી ફિફા વર્લ્ડકપ માં આખરે કતારે અચાનક છેલ્લી ઘડી એ ઈસ્લામિક કાયદા પ્રમાણે ઘણા ફેરફારો કરી નાંખ્યા છે. જેના થી પશ્ચિમી જગત પણ જાણે કે દિગ્મૂઢ બન્યું છે. હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ફિફા વર્લ્ડકપ માં પેવેલિયન માં બેસી ને બિયર કે દારુ નું સેવન સામાન્ય બાબત છે. આ વર્લ્ડકપ માં પણ બિયર બનાવતી કંપની બડવાઈઝર ઓફિશ્યિલ સપ્લાયર હતા. જેમણે વર્લ્ડ કપ ને અનુલક્ષી ને જ જંગી સ્ટોક બનાવ્યો હતો. જો કે ટુર્નામેન્ટ શરુ થવા ના બે દિવસ અગાઉ જ કતારે જાહેર- ાત કરી દીધી કે મેચ દરમ્યિાન FIFA W QA 20 પ્રેક્ષકો સ્ટેડિયમ માં બેસી ને બિયર પી શકશે નહીં, ફક્ત લાયન્સવાળી બાર, રેસ્ટોરેન્ટ, હોટલ માં જ પી શકશે. જાહેર માં બિયર પીવા ઉપર છ માસ ની જેલ અથવા ૮૦૦ ડોલર દંડ ની સજા થશે. આ ઉપરાંત કતાર માં જાહેર માં ડ્રેસ કોડ જરુરી છે. અર્થાત અહીંયા ચાહકો જીત ની ખુશી માં ટીશર્ટ કાઢી ને હવા માં ફરકાવી શકશે નહીં. મ્હેર માં સ્ત્રી અને પુરુષો બન્ને એ ખભા, છાતી, પેટ અને ઘૂંટણ ઢંકાય તેવા જ કપડા પહેરવા પડશે. આ ઉપરાંત હોટલ ની રુમ માં પરણિત સ્ત્રી-પુરુષ જ સાથે રહી શકશે. અહીં સમલૈંગિક વ્યક્તિ કે ગર્લફ્રેન્ડ ને સાથે રહેવા ની અનુમતી નહીં મળે.

જો સેક્સ માણતા પકડાય તો ૭ વર્ષ ની જેલ ની સજા અને સાર્વજનીક સ્થળે અભદ્ર અથવા અશ્લીલ હરકતો કરવા માટે દંડ અથવા છ માસ ની સજા ની જોગવાઈ છે. ફિફા વર્લ્ડકપ નું કરવરેજ કરવા ગયેલા એક અમેરિકન પત્રકાર ની ધરપકડ કરાઈ હતી “ORLD CUP TAR 22 કારણ કે તેણે એલજીબીટ- ીક્યુ સમુદાય ને સમર્થન આપવા રેઈન્બો ટીશર્ટ પહેરી હતી. આ ઉપરાંત ફિફા વર્લ્ડકપ દરમ્યિાન કતાર ગયેલા લોકો કતાર સરકાર ની ટીકા કરી શકશે નહીં. આમ કરનાર ની ધરપકડ કરી પાંચ વર્ષ ની જેલ ની સજા થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેડિયમ માં, જાહેર માં અન્ય વ્યક્તિઓ સાથે દલીલ કરવા થી કે ઝગડો કરવા થી ધરપકડ થઈ શકે છે તેમાં પણ જીત ની ઉજવણી પણ જોર-શોર થી કરવા અને શોરગુલ મચાવવા ઉપર પ્રતિબંધ છે. ઈસ્લામ ની ટીકા કરવા ઉપર ફોજદારી કાર્યવાહી કરાશે. જ્યારે તમે અન્ય ધર્મ ના હોય તો ખુલ્લેઆમ પ્રાર્થના કે તમારા ધાર્મિક વિશ્વાસ સંબંધિત કોઈ પણ ક્રિયા જાહેર માં કરી શકતા નથી.

ફૂટબોલ ચાહકો પોતાની સાથે પોર્ક લાવી શકતા નથી આ બધુ ઓછુ હોય તેમ કતારે ઈસ્લામિક ઉપદેશકો ને શરિયા કાયદા નો પ્રચાર/પ્રસાર કરવા માટે પણ આમંત્ર્યા છે. જેમાં ભારત ના ભાગેડુ ધર્મ ઉપદેશક ઝાકીર નાઈક ને પણ બોલાવ્યો છે. ભારત માં ઝાકીર નાઈક આતંકવાદ સંબ- ંધિત પ્રવૃત્તિઓ માં સામેલ થવા, ધિક્કારજનક ભાષણો આપવા અને મની લોન્ડરીંગ મામલે વોન્ટેડ ક્રિમિનલ છે. તેની ઉપર કેનેડા અને બ્રિટને પણ પ્રવેશ પ્રતિબંધ લગાવ્યો છે. વોશિંગ્ટન ની મિડલ ઈસ્ટ મિડીયા રિસર્ચ ઈનસ્ટિટ્યુટ ના જણાવ્યા પ્રમાણે કતાર ‘મિશન દવાહ’ માટે ફિફા વર્લ્ડકપ નો ઉપયોગ ઈસ્લામ ધર્મ ના પ્રચાર/પ્રસાર અને બિન- મુસ્લિમો ના ધર્માંતરણ માટે કરી રહ્યું છે.

કતારે આમંત્રેલો ભારત નો વોન્ટેડ ઝાકીર નાઈક પણ મિશન દવાહ ફેલાવવા નું જ કામ કરી રહ્યો છે. ફિફા ના અંદાજ પ્રમાણે આ વર્લ્ડકપ ૨૦૨૨ જોવા માટે વિશ્વભર માં થી ૧.૫ મિલિયન લોકો કતાર પહોંચ્યા હશે. જો કે કતાર આ જંગી ૧.૫ મિલિયન આગંતુકો ને ધર્મ પરિવર્તન માટે ની ઉત્તમ તક તરીકે જોઈ રહ્યું છે. દવાહ એક એવી ઈસ્લામિક પ્રથા છે જેના અંતર્ગત બિન મુસ્લિમો નું ધર્મ પરિવર્તન કરાવવા માં આવે છે અને આ માટે તેમને ઈસ્લામ અપનાવવા નું આમંત્રણ આપવા માં આવે છે. જ્યારે મિડલ ઈસ્ટ ના દેશ કતાર ને ફિફા વર્લ્ડ કપ ની યજમાની કરવા ની તક આપવા માં આવી ત્યારેજ કેટલાક પશ્ચિમી દેશો અને સંગઠનો એ તેનો વિરોધ કરતા ખાડી ના આ દેશો આનો ઉપયોગ ઈસ્લામ ના પ્રચાર માટે કરવા ની આશંકા વ્યક્ત કરી જ હતી.

Leave a Reply

Your email address will not be published.