બોલીવુડ હોલીવુડ
હાલ ભારત ના ફિલ્મી રસિયાઓ સોશ્યિલ મિડીયા ઉપર સૌથી વધુ ચર્ચા ફિલ્મ પુષ્પા સ્ટા૨૨ રશ્મિકા મંદાના અને સાઉથ ના સુપર સ્ટાર વિજય દેવરાકોંડા ના લગ્ન ની થઈ રહી છે. વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના ની દુલ્હા- દુલ્હન ના અવાર માં તસ્વીર સાથે આ બન્ને પ્રેમીપ- ંખીડાઓ ગુ૫૫ લગ્ન કરી લીધા ના અહેવાલો એ સોશ્યિલ મિડીયા માં ચર્ચા ની આંધી જગાવી છે. સાઉથ ની ફિલ્મ પુષ્પા એ ન માત્ર સાઉથ ફિલ્મ સર્કિટ માં પરંતુ હિન્દીભાષી બોલિવુડ ફિલ્મ સર્કીટ માં પણ સફળતા ના એવા પરચમ લહેરાવ્યા હતા કે જ્યાં બોલિવુડ ના તીસમારખાં દિગ્ગજ કલાકા૨ો અક્ષયકુમાર કે સલમાન ખાન ની ફિલ્મો પણ મહામારી બાદ ટિકીટબારી છલકાવવા માં અસમર્થ હતી ત્યાં પુષ્પા ફિલ્મે દક્ષિણ ની સાથોસાથ હિન્દી ફિલ્મ ક્ષેત્રે પણ કમાણી ના નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા હતા.

તેમાં પણ સનમ સામે.. સનમ સામે… ગીત થી રશ્મિકા મંદાના તો સમજો રાતોરાત સુપર સ્ટાર બની ગઈ હતી. પાછલા થોડા સમય થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં સાઉથ ના સુપર સ્ટાર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે ઈલુ ઈલુ ચાલતુ હોવા નું ખૂબ ચાતુ હતું. જો કે બન્ને એ કયારે ય પોતાના સંબંધો જાહેર માં સ્વિકાર્યા ન હતા અને માત્ર કો-સ્ટાર અને સારા મિત્રો જ ગણાવતા હતા. હવે અચાનક આવી તસ્વીરો સામે આવતા ચર્ચા ની આંધી ઉઠવી સ્વાભાવિક જ હતું. જો કે વાસ્તવિકતા માં આ એક અફવા માત્ર જ છે. વિજય દેવરાકોંડા ના એક પ્રશંસકે વિજય નો હેરો આ તસ્વીર માં મોર્ફડ કરેલો છે. આ ફન એડિટેડ ફોટો આ બન્ને સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા ના પ્રશંસકો માં ચર્ચા ની આંધી જગાવી દીધી હતી.