મુકેશ અંબાણી ‘નાના’ બન્યા

મુકેશ અંબાણી સંપત્તિ ની બાબત માં અદાણી આગળ નિકળતા નાના નથી બન્યા પરંતુ તેમની લાડલી દિકરી ઈશાને થયેલી જોડીયા બાળકો ની સંતાન પ્રાપ્તિ બાદ હવે તેઓ નાના બન્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના પરિવાર માં પણ બે પુત્રો આકાશ અને અનંત તેમ જ વ્હાલી દિકરી ઈશા છે. જે પૈકી આકાશ અને ઈશા જોડીયા જન્મ્યા હતા. હવે ઈશા એ પણ પરંપરા જાળવતા પોત- ાની માતા ની જેમ જ પ્રથમ પ્રસુતિ માં જોડીયા બાળકો અને તેમાં પણ માતા ની માફક જ એક પુત્ર અને એક પુત્રી ને જન્મ આપ્યો છે. આ સમાચાર થી સ્વાભાવિક રીતે જ દેશ ના બે પ્રમુખ ઔદ્યોગિક ગૃ હો ના પરિવારો અંબાણી અને પિરામલ માં આનંદ અને ઉત્સાહ વ્યાપ્યો હતો. મુકેશ અંબાણી ના ત્રણ સંતાનો માં સૌથી મોટી પુત્રી ઈશા અંબાણી છે. ઈશા ના લગ્ન ૨૦૧૮ ના વર્ષ માં પિરામલ જૂથ ના આનંદ પિરામલ સાથે થયા હતા. ઈશા અંબાણી ને હાલ માં જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ની ડિરેક્ટર બનાવાઈ હતી. ઈશા અંબાણી ના જોડીયા ભાઈ આકાશ અંબાણી ના લગ્ન શ્લોકા સાથે થયા હતા. આકાશ અને શ્લોકા ના દામ્પત્યજીવન માં એક પુત્ર પૃથ્વી છે. આમ મુકેશ અંબાણી આ અગાઉ જ દાદા તો બની ચૂક્યા છે.

પરંતુ હવે નાના પણ બની ગયા છે. ઈશા ના પુત્ર અને પુત્રી જોડીયા સંતાનો ના નામ આઘા અને ક્રિષ્ણા રખાયા હોવા નું જાણવા મળે છે. ઈશા અંબાણી એ અમેરિકા ની યેલ યુનિવર્સિટી માં થી સાયકોલોજી માં ગ્રેજ્યુએશન કર્યા બાદ કેલિફોર્નિયા ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી માં થી બિઝનેશ માં એમ.બી. એ. સુધી નો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૮ માં હેલ્થકેર બિઝનેસ ગૃપ પિરામલ ના માલિક અજય પિરામલ ના સુપુત્ર આનંદ પિરામલ સાથે લગ્ન થયા હતા. અતિ ભવ્ય અને વૈભવશાળી લગ્ન સમારોહ ની ગણના દેશ માં યોજાયેલા સૌથી મોંઘા લગ્નો પૈકી એક માં થાય છે. મૂળ એ રાજસ્થાન ના પિરામલ જૂથ પાસે રાજસ્થાન ના ઝુંઝુનુ જિલ્લા માં પિરામલ પરિવાર પાસે હવેલીઓ, કોઠીઓ અને મહેલો પણ છે. આમ પિરામલ અને અંબાણી, દેશ ના બે મહત્વ ના ઔદ્યોગિક જૂથો માં ઉત્સવ અને આનંદ ની હેલી ઉમટી છે.

Leave a Reply

Your email address will not be published.